વિદેશી ફંડ પાટીદારો માટે

શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (17:23 IST)
પાટીદાર અનામત આંદોલન પાછળ વપરાયેલું કરોડો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી દીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના ક્ધવીનર હાર્દિક પટેલ અને તેની ટોળકીના લોફુલ ઈન્ટરસેપ્ટ(સત્તાવાર રીતે આંતરાયેલા) ફોન કોલ્સથી આ ટોળકી સતત એન.આર.આઈના સંપર્કમાં હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. બીજી તરફ, આઈબીએ સરકારને થોડા દિવસ અગાઉ સોંપેલા એક ગુપ્ત રિપોર્ટમાં ફંડ અંગે વિગતવાર માહિતી આપી હોય આ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ અને તેની ટોળકી વિરૂધ્ધ ગુનો નોંધવા માટે ફોન ઈન્ટરસેપ્શનથી માંડીને તેમના વીડિયો ફૂટેજ સહિતના સજ્જડ પુરાવાઓ એકઠા કરી લીધા છે.
 
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપ્ન ભદ્રનનું કહે છે,પાટીદાર આંદોલન દરમિયાન અગ્રણીઓએ જે રૂપિયા વાપયર્િ તે ક્યાંથી આવ્યાં અને કોણ આપતું તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ડીસીપી ભદ્રનનાં આ નિવેદન અંગે સૂત્રોનું કહેવું છે કે, ગુપ્તચર સંસ્થાઓએ થોડા સમય અગાઉ સરકારને એક ગુપ્ત રિપોર્ટ સોંપ્યો હતો જેમાં પાટીદાર અનામત આંદોલન પાછળ વપરાયેલું ફંડ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી કોણ, કેવી રીતે મોકલતું અને કઈ સંસ્થાના માધ્યમથી ગુજરાત સુધી પહોંચતું તેની તપાસ કરાઈ હતી. આ ફંડ માટે કઈ સંસ્થા મદદ કરતી હતી તેનો પણ તેમાં ઉલ્લેખ છે.
 
સૂત્રોની આ વાતને સમર્થન આપતાં ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે કે, પાસના અગ્રણીઓ સતત વિદેશના લોકોના સંપર્કમાં હતા અને પોલીસને ઘણાં બધાં ઈન્ટરસેપ્શન પણ મળ્યાં છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલાં અમેરિકાના કેટલાક એન.આર.આઈ સાથે થયેલી ચચર્ઓિ પણ પોલીસે રેકોર્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે જે રૂપિયા કોણ આપતું તે મુદ્દો પહેલેથી જ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય હતો. માનવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો