રોમાનિયાનાં બે એથ્લેટી ઓલિમ્પિકમાંથી આઉટ

ભાષા

શુક્રવાર, 1 ઑગસ્ટ 2008 (15:39 IST)
બુકારેસ્ટ. રોમાનિયાનાં બે એથ્લેટી ઓલિમ્પિક પહેલાં કરવામાં આવતાં ડોપ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમનાં લોહીના ટેસ્ટમાં પ્રતિબંધિત ઈપીઓનું સેવન કર્યુ હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્ઝનું સેવન કર્યા હોવાનું માલુમ પડતાં તેમને રોમાનિયાની ઓલિમ્પિક ટીમમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મીડીયમ રેસની રમતની બે એથ્લેટી એલેના અંતોચી અને ક્રીસ્ટીના વાસીલીયૂને પ્રતિબંધિત ડ્રગ્ઝનું સેવન કર્યુ હોવાનું માલુમ પડતાં, તેમને ઓલિમ્પિક ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે. જ્યારે બાકીનાં સભ્યો બેઈજીંગ જવા રવાના થઈ ગયા છે.

રોમાનિયન ઓલિમ્પિક સમિતિનાં અધ્યક્ષ ઓક્ટાવિયન મોરારીયુએ જણાવ્યું હતું કે એથ્લીટોનાં લોહીનાં નમુના લેવામાં આવ્યા છે. જો તેમાં કંઈ પણ શંકાસ્પદ લાગશે તો સભ્યોને બેઈજીંગ મોકલવામાં આવશે નહીં. મોરારીયુએ જણાવ્યું હતું કે અમે અમારી છબી ખરાબ કરવા માંગતાં નથી.

વેબદુનિયા પર વાંચો