ભારતીય મુક્કેબાજી ટીમ બેઈજીંગ ઓલિમ્પિકમાં ભાગ લેવા રવાના થઈ ચૂકી છે. અને તે પદક મેળવીને પાછી ફરશે એવી આશા ટીમના મુખ્ય લડાકુ અખિલ કુમારે જણાવ્યું હતું.
ભારતીય દળમાં પાંચ મુક્કેબાજ બે કોચ અને એક ફિઝિયો અને એક મેનેજરનો સમાવેશ થાય છે.
2004ના વર્ષમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અખિલ કુમારે જણાવ્યુ હતું કે પદક જીતવા માટે હું તનતોડ મહેનત કરીશ.
ભારતીય મુક્કેબાજી મહાસંઘના અધ્યક્ષ અભયસિંહ ચૌટાલાએ બધા મુક્કેબાજોને શુભકામના આપતા કહ્યું હતું કે મને ચારે મુક્કેબાજો પર પુરેપુરો ભરોસો છે. અને તેમની મહેનત જરૂર દેખાઈ આવશે.