મહિલા ફુટબોલ ટક્કરના પડઘા

બુધવાર, 6 ઑગસ્ટ 2008 (14:36 IST)
ઓલિમ્પિક રમતોનો શુભારંભ સમારોહના બે દિવસ પહેલાં મહિલા ફુટબોલથી થશે. વિશ્વ કપ ઉપવિજેતા બ્રાઝીલના ખેલાડીઓ બેઈજીંગમા પ્રતિસ્પર્ધા કરનાર પહેલાં એથલેટ હશે જે વિશ્વ ચેમ્પીયન જર્મની સામે ટક્કર લેશે.

પહેલાં ચરણની અન્ય ટક્કરમાં એથેલેટ 2004ના સુવર્ણ પદક વિજેતા અમેરિકાની ટક્કર નોર્વે સામે થશે. જ્યારે કે મેજબાન ચીનની ટક્કર સ્વીડન સામે થશે.

મેજબાન ટીમ પોતાના ખેલાડીઓની ઈજાની સમસ્યાને લઈને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે. પાછલાં વર્ષે વિશ્વ કપની મેજબાની કરનાર ચીનના બે પ્રમુખ ખેલાડીઓમાં ઝીયાઓઝુ અને ક્યૂ ફેઈફેઈ ઈજાને લીધે પહેલેથી જ બહાર નીકળી ગયાં હતાં.

અમેરિકાની સામે પણ ઈજાગ્રસ્ત ખેલાડીની સમસ્યા છે. તેમની સ્ટાર સ્ટ્રાઈકર એવી વામબૈચને ઓલિમ્પિક પહેલાં બ્રાઝીલની વિરુદ્ધ મૈત્રી મેચમાં પગના હાડકા પર ઈજા થવાને લીધે મેદાન છોડવું પડ્યું હતું.

વામબેંચે અમેરિકા માટે 127 મેચમાં 99 ગોલ કર્યા હતાં. આમાં બ્રાઝીલની વિરુદ્ધ ચાર પહેલી ઓલિમ્પિક ફાઈનલમાં કરેલ એકમાત્ર વિજય ગોલનો જ સમાવેશ થાય છે.

બ્રાઝીલ ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં શંઘાઈમાં વિશ્વ કપ ફાઈનલમાં મળેલી હારનો બદલો વળવા માટે જ મેદાનમાં ઉતરશે.

વેબદુનિયા પર વાંચો