ટેનિસની દુનિયામાં પોતાની ધાક જમાવવા જઈ રહેલા રફેલ નદાલને પુરેપુરો વિશ્વાસ છે કે તે ઓલિમ્પિકમાં પદક મેળવીને જ પાછા ફરશે.
નદાલે આ વર્ષે મેરેથન ફાઈનલમાં દુનિયાના નંબર વન ખેલાડી રોજર ફેડરરને હરાવીને વિમ્બલડન ખિતાબ જીતી લીધો હતો. અત્યાર સુધીમાં પાંચ ગ્રેડ સ્લેમ અને 12 માસ્ટર સીરીઝ મેળવી ચૂકેલ આ સ્પેનિશ ખેલાડીની નજર હવે ઓલિમ્પિક પર છે.
નદાલનું જણાવ્યું હતું કે હું ઓલિમ્પિકના માહોલનો ભરપુર આનંદ ઉઠાવીશ. મને વિશ્વાસ છે કે અમે જરૂર પદક જીતીશુ.
બે અઠવાડીયાની અંદર જ નદાલ એટીપી રેંકીગમાં નબંર વન પર પહોચી જશે. આની સાથે જ ફેડરરના 235 સપ્તાહના રાજનો અંત આવશે. નદાલે કહ્યું કે આ મારી સખત મહેનતનુ પરીણામ છે.
આની સાથે તેમણે એ પણ કહ્યું કે ફેડરર ક્યારેય પાછા ફરી શકે છે.