તેજ દોડ માટે ત્રિકોણીય જંગ

મંગળવાર, 5 ઑગસ્ટ 2008 (17:31 IST)
નવી દિલ્હી. બેઈજીંગમાં કોણ બનશે દુનિયાનો સૌથી તેજ ખેલાડી? ઓલિમ્પિક રમતો જેટલી નજીક આવી રહી છે આ પશ્ન એટલો વધારે ગુઢ બની રહ્યો છે કેમકે આ વખતે ફક્ત બે ખેલાડીઓ વચ્ચે જ અથડામણ નથી પરંતુ ત્રણ વચ્ચે છે અને તેમાં પણ એવા ત્રણ ખેલાડીઓ છે જેઓએ સમયસમયાંતરે પોતપોતાને અવ્વલ સાબિત કર્યા છે.

જમૈકાના વિશ્વ રેકોર્ડ ધારક ઉસેન બોલ્ટ અને અસાફા પાવેલ તેમજ અમેરિકાના ટાયસન ગે બેઈજીંગ ઓલિમ્પિક રમતોમાં પુરૂષોની 100 મીટર દોડ માટે પ્રબળ દાવેદાર છે. ત્રણેયે સુવર્ણ પદક માટે કમર કસી લીધી છે અને આવામાં બેઈજીંગ નેશનલ સ્ટેડિયમમાં 16 ઓગસ્ટે થનારી 100 મીટર દોડની ફાઈનલ ખુબ જ રસપ્રદ રહેશે.

રોમાંચક વાત તે છે કે તાજેતરમાં જ આ ત્રણેયની વચ્ચે એકબીજાથી આગળ નીકળવાની એક રેસ લાગેલી છે. 100 મીટરનો વિશ્વ રેકોર્ડ હજી બોલ્ટના નામે છે જેમણે 9.72 સેકંડનો સમય લઈને પાવેલનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓ ન્યુયોર્કમાં પાવેલ કરતાં સોમા સેકંડના અંતર કરતાં આગળ હતાં. જો કે પાવેલ તે સમયે ઘાયલ હતાં.

આમ તો બોલ્ટને 200 મીટર દોડના વિશેષજ્ઞ માનવામાં આવે છે. ઓલિમ્પિક પહેલાં પાછલાં મહિને સ્ટાકહોમમાં પણ પાવેલે બોલ્ટને હરાવીને પોતાને સાબિત કરી દિધા હતાં. તેમના પ્રતિદ્વંદીના નામે આ રેકોર્ડ નોંધાવવો તે એક સામાન્ય સંજોગ જે પછી તે પાવેલનું બદનસીબ હોઈ શકે છે.

સુવર્ણ પદકના અન્ય દાવેદાર ટાયસન ગે પણ વિશેષકોનાં પસંદીના માનવામાં આવી રહ્યાં છે. 2007માં ત્રણ વખત વિશ્વચેમ્પીયનશીપ જીતનાર ટાયસન ગે ને પણ આ સુવર્ણ પદક માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. 2007માં તેમણે 100મીટર દોડની અંદર 9.79નો સમય લઈને તેમણે અમેરિકાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી પરંતુ તે સમયે નક્કી સીમા કરતાં વધારે ગતિની હવા હોવાને લીધે આ રેકોર્ડને બુકમાં સ્થાન અપાયું ન હતું.

વેબદુનિયા પર વાંચો