અસલી હીરો તો ખેલાડીઓ છે:અભિષેક બચ્ચન

ભાષા

સોમવાર, 4 ઑગસ્ટ 2008 (21:44 IST)
અભિષેકે ખેલાડીયોને પ્રેરણા આપતા કહ્યું હતું કે હું તો પડદા પરનો હિરો છુ જ્યારે તમે તો ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનુ ગૌરવ વધારનાર અસલી હિરો છો.

ગુરૂવાર રાત્રે ઓમેગા દ્વારા ઓલિમ્પિક રમતોસ્તવમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીયો માટે આયોજીત કરવામાં આવેલા વિદાય સમારંભમાં અતિથિ તરીકે આવેલા અભિષેક બચ્ચને ખેલાડીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે હું તો માત્ર પડદા પરનો હિરો છુ પણ આપ સૌ તો અસલી હિરો છો. કારણ કે તમે ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારવાના છો. અમારી આશા અને પ્રાર્થના છે કે તમે ઓલિમ્પિકમાંથી પદક મેળવીને જ પાછા ફરશો.

મેગાના બ્રાંડ એમ્બેસડર અભિષેક બચ્ચને વધુમાં જણાવ્યું કે પદક મેળવવાની વાત તો દૂર રહી પરંતુ ઓલિમ્પિકમાં ભાગ લેવો એ જ સૌથી મહત્વની વાત છે.

આ પ્રસંગે ઉપસ્થિત ઓમેગાની અન્ય બ્રાંડ એમ્બેસડર સોનાલી બેન્દ્રેએ પણ આશા વ્યક્ત કરી કે ભારતીય ખેલાડી આ વખતે ઓલિમ્પિકમાં સારુ પ્રદર્શન કરશે અને દેશનું ગૌરવ વધારશે.

વિદાઈ સમારંભમાં હાજર રહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ સુરેશ કલમાડીએ કહ્યું કે ભારતીય ખેલાડીયોની આ છેલ્લી વિદાય છે. કારણ કે અડધી ટીમ આ પહેલા રવાના થઈ ચૂકી છે. અમે ઘણી બધી આશાઓ સાથે બેઈજીંગ જઈ રહ્યા છીએ. અમને આ વખતે ટેનિસમાં લિએંડર પેસ અને મહેશ ભૂપતિ, તીરંબાજી ટીમ અને મુક્કેબાજો થકી પદક મેળવવાની ઘણી આશા છે.

વેબદુનિયા પર વાંચો