અમેરિકાની જેસીકા હાર્ડી એક મહિના પહેલા થયેલી ટ્રાયલ દરમિયાન નિષ્ફળ રહી હતી. આથી તેણે ઓલિમ્પિકમાથી પોતાનું નામ પાછુ લઈ લીધુ છે. જેસીકાના વકીલ હાવર્ડ જૈકબ્સે શનિવારે જણાવ્યું હતું કે જેસીકાએ ડોપ ટેસ્ટ યોગ્ય રીતે કરાવવાની વાત સ્વિકાર કરતા કહ્યું કે તપાસમાં દોસી ઠહેરતા તે હવે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહી. અયોગ્ય સાબિત થતા તેના પર બે વર્ષનો પ્રતિબંધ પણ લાગી શકે છે.