સદગુરુ વાસુદેવ હોસ્પિટલમાં દાખલ, બ્રેન સર્જરી પછી હાલતમાં સુધારો, પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (09:18 IST)
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવના મગજની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી છે. બ્રેનમાંથી લોહી નીકળતા અને સોજો આવવાને કારણે સદગુરુને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજમાં જામી ગયેલું લોહી કાઢવા માટે 17 માર્ચે સર્જરી કરવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને વેન્ટિલેટર પરથી હટાવી લીધા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સદગુરુ સાથે વાત કરી અને તેમની તબિયત પૂછી. સદગુરુએ પીએમનો આભાર વ્યક્ત કર્યો.

 
સદગુરુ જગ્ગી વાસુદેવની સફળ સર્જરી બાદ પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ શેર કરી. પ્રધાનમંત્રીએ સદગુરુના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

<

Spoke to @SadhguruJV Ji and wished him good health and a speedy recovery.

— Narendra Modi (@narendramodi) March 20, 2024 >