Luka Chuppi Movie Review: બોલીવુડે છેલ્લા કેટલાક સમયથી સ્ટોરીઓને લઈને પોતાનુ ગિયર બદલે એનાખ્યુ છે. અને કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કૃતિ સેનન (Kriti Sanon)ની 'લુકા છુપી (Luka Chuppi)' આ કડીમાં આવેલ ફિલ્મ છે. નાના શહેરની જીંદગી, રિવાજો અને પરેશાનીઓ અને ખુશીઓ બધુ જ 'લુકા છુપી (Luka Chuppi)' માં સમાયુ છે. આ સાથે જ ફિલ્મ્નઈ આખી ટીમની એક્ટિંગ પણ ખૂબ મહત્વ ધરાવે છે અને આ બધી કસોટીઓ પર 'લુકા છુપી (Luka Chuppi)' નિરાશ નથી કરતી અને દર્શકોનુ મનોરંજનની ડોઝ આપવામાં કોઈ કમી નથી છોડતી. એક્ટિંગના મોરચા પર કાર્તિક આર્યન દરેક ફિલ્મ સાથે નિખરતા જઈ રહ્યા છે. નાના શહીરની બોલીવુડમાં ખુલતી બારીઓનુ જ પ્રતિનિધિત્વ કરે છે 'લુકા છુપી (Luka Chuppi)'
'લુકા છુપી (Luka Chuppi)'ની સ્ટોરી મથુરાના ગુડ્ડૂ (કાર્તિક આર્યન)ની છે જેને રશ્મિ (કૃતિ સેનન) સાથે પ્રેમ થઈ જાય છે. ગુડ્ડુ નાના શહેરનો યુવક હોય છે, પ્રેમ થયો તો લગ્નની વાત કરે છે પણ ખુલ્લા મિજાજવાળી રશિમિ લગ્ન પહેલા સંબંધને અજમાવવા માટે લિવ-ઈનની વાત કરે છે. તો બંન્નેના જીવનમાં ટ્વિસ્ટ આવી જાય છે. રશ્મિના પિતા નેતા હોય છે અને તે પણ પાછા લિવ-ઈનના એકદમ વિરોધી. ગુડૂડૂ અને રશ્મિ પતિ પત્ની બનીને રહેવા માંડે છે. પણ એક દિવસ ઘરના લોકોને તેની ખબર પડી જાય છે અને પછી શરૂ થઈ જાય છે ગ્રેટ ઈંડિયન ફેમિલી ડ્રામા. આ રીતે ફિલ્મની સ્ટોરીમાં નાના શહેરની માનસિકતા અને ત્યાના જીવનની તપાસ અને શોધ શરૂ થઈ જાય છે. પણ સ્ટોરી થોડી ખેંચાયેલી છે. ફિલ્મમાં કલાકારોની એક્ટિંગ અને હાસ્યની ફુવાર ફિલ્મને બોર નથી થવા દેતી.
'લુકા છુપી (Luka Chuppi)'ના બધા એક્ટર એક્ટિંગના મામલે ખરા ઉતર્યા છે. કાર્તિક આર્યન ગુડ્ડૂના પાત્રમાં ખૂબ સારો રોલ ભજવ્યો છે અને લગ્ન માટે તેની ઉતાવળની ઉત્સુકતા ખૂબ જ મજેદાર લાગે છે. બીજી બાજુ બરેલી કી બર્ફીમાં જોવા મળી ચુકેલી કૃતિ સેનને પણ એક બિંદાસ યુવતીના પાત્રમાં ખૂબ જ શાનદાર રોલ ભજવ્યો છે. વિનય પાઠકનો કડક અંદાજ પણ દિલમાં ઉતરી જાય છે. અને પંકજ ત્રિપાઠીને જોવા એક વાર ફરી રસપ્રદ રહ્યુ છે. પણ અબ્બાસના પાત્રમાં અપારશક્તિ ખુરાના પર જઈને નજર ટકી જાય છે. તેનો અંદાજ પણ દિલમાં ઉતરી જાય છે અને વધુ જોવાનુ મન કરે છે. અપારશક્તિ ફિલ્મ દર ફિલ્મ પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યા છે.
'લુકા છુપી (Luka Chuppi)' માં ડાયરેક્શનની વાત કરીએ તો લક્ષ્મણ ઉતેકરે સારુ કામ કર્યુ છે. પણ ફિલ્મને થોડી કસાવટ અને સ્ટોરીને થોડી વધુ ટોપિક પર મુકીને તેઓ એક શાનદાર ફિલ્મ બનાવી શકતા હતા. ફિલ્મનુ મ્યુઝિક નવુ નથી. કારણ કે બધા જ સોંગ જૂના છે. અને તેને રિક્રિએટ કરવામાં આવ્યા છે આ રીતે ફિલ્મ મ્યુઝિક મમાલે કશુ નવુ નથી આપતી. પણ તેમા કોઈ શક નથી કે બધા ગીત જ સુપરહિટ રહી ચુક્યા છે. પછી મોરલ પોલિસિંગ મુદ્દાને પણ ફિલ્મમાં બતાવ્યુ છે. આ રીતે 'લુકા છુપી (Luka Chuppi)' નાના શહેરની આત્મા પોતાની અંદર સમિટીને વન ટાઈમ વૉચ એંટરટેનર છે.