રાજનું મોદી ગાન

ભાષા

મંગળવાર, 5 મે 2009 (19:47 IST)
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીનાં વખાણ કરતાં રાજ્યમાં રાજકીય વાતાવરણમાં ગરમી આવવા લાગી છે. જો કે ભાજપે શિવસેના સાથે પોતાના સંબંધોને મજબૂત હોવાનો દાવો કરીને અટકળો પર અંકુશ લગાવવાની કોશિશ કરી છે.

ઠાકરેએ રવિવારે નિગદીમાં મહારાષ્ટ્ર ઓફ માય ડ્રીમ્સ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે ગુજરાતનાં વિકાસમાં મોદીનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું દેશનો વડાપ્રધાન મોદી જેવો હોવો જોઈએ. તે સાથે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનાં પ્રશંસા કરી હતી. જો તેમને સત્તા સોંપવામાં આવે તો પ્રદેશનો વધુ વિકાસ થઈ શકે છે.

જો કે ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન મજબૂત છે. તેમજ જો ગઠબંધન સત્તા પર આવશે, તો મુખ્યમંત્રી પદનો નિર્ણય બાલ ઠાકરે અને લાલકૃષ્ણ અડવાણી કરશે.

રાજની ટીપ્પણીઓથી રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે. કારણ કે લોકસભાની ચુંટણી વખતે ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણી બાબતે ખટાશ આવી હતી. ત્યારે શિવસેના એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે જઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો