8 રાજ્યોમાં 57 ટકા મતદાન

વેબ દુનિયા

ગુરુવાર, 7 મે 2009 (20:09 IST)
દેશના આઠ રાજ્યમાં આજે યોજાયેલ સામાન્ય લોકસભાના ચોથા તબક્કાની 85 બેઠકો માટેની ચૂંટણી કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી. મતદાનની શરૂઆતમાં ઓછું-વધારે મતદાન નોંધાયું હતું. જોકે છેલ્લા આંકડા પ્રમાણે 57 ટકા મતદાન થયુ છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સવારના 10 વાગ્યા સુધીમાં 15 ટકા મતદાન થયુ હતું. જ્યારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં 30 થી 45 ટકા જેટલું મતદાન થયું હતું.

ચોથા તબક્કાના મતદાનમાં કુલ આઠ રાજ્યોમાં 57 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધારે પંશ્ચિમ બંગાળમાં 75 ટકા મતદાન થયુ હતું. મતદાનમાં ઘટાડાના કારણમાં મોટાભાગના રાજ્યોમાં હિંસાના બનાવો અને ભારે ગરમીને માનવામાં આવે છે.

કયા રાજ્યોમાં કેટલું મતદાન:

રાજ્ય બેઠકો મતદાન ટકામાં
રાજસ્થાનમાં 25 50
હરિયાણા 10 63
દિલ્હી 07 50
બિહાર 03 37
જમ્મુ કાશ્મીર 01 24
પંજાબ 04 65
ઉત્તર પ્રદેશ 18 50
પ.બંગાળ 17 75
કુલ 85 કુલ 57%

વેબદુનિયા પર વાંચો