Bad Habits - : તરત જ છોડી દો આ 4 ખરાબ ટેવ, નહી તો જીવનભર રહેશો કંગાલ

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (17:59 IST)
Human Behavior for Money: મનુષ્યની સારી ટેવ તેના વ્યવ્હારને બતાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બતાવવામાં આવ્યુ છે કે જો વ્યક્તિ પોતાની ખરાબ ટેવ   (Bad Habits) નો ત્યાગ નથી કરતો તો તેને જીવનભર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે.  માતા લક્ષ્મી તેનાથી રિસાય જાય છે. બધા લોકો એવુ ઈચ્છે છે કે તેમનો ઘર પરિવાર સુખી રહે. તેમના ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. ઘરમાં રહેનારા લોકો સ્વસ્થ અને પ્રસન્ન રહે. આ માટે કેટલીક ખરાબ આદતોને છોડવી પડશે. 
 
 
તરત જ છોડી દો આ ટેવ (Avoid These Habits)
 
સૂર્યોદય સુધી સૂઈ રહેવુ - એવી માન્યતા છે કે સૂર્યોદય પછી પણ વ્યક્તિ ઊંઘતો રહે છે તો તેનો ભાગ્યોદય થતો નથી.   કારણ કે તે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને પ્રણામ કરતા નથી. તેથી, તેના પર દેવી લક્ષ્મીની કૃપા નથી થતી.  જે વ્યક્તિ આળસ છોડી દે છે. તેના પર માતા લક્ષ્મી મહેરબાન રહે છે.  
 
તમારી આસપાસ ગંદકી ન ફેલાવો - સ્વચ્છતાનું પોતાનું વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિ જ્યાં પણ રહે છે ત્યાં પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ. તમારા ઘરને સુઘડ અને સ્વચ્છ રાખો. આ સાથે જ દેવી લક્ષ્મી ઘરમાં આવે છે અને ત્યાં નિવાસ કરે છે. ગંદકીમાં બેસવુ કોઈપણ પસંદ કરતુ નથી.  તેથી, ગંદકી ફેલાવવાની ખરાબ આદત(Bad Habits) તરત જ છોડી દો.
 
હાથમા મીઠુ આપવુ -  એવું માનવામાં આવે છે કે મીઠું ઘરની નકારાત્મક ઊર્જાને (Negative Energy)  શોષી લે છે. જો તમે કોઈને મીઠું આપતા હોય તો તમારે તેને હાથમાં મીઠુ ન આપવું જોઈએ. જ્યોતિષ(Astrology) માં આવું કરવું અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ તમે કોઈને મીઠું આપો તો તેને વાસણમાં મુકીને જ આપો.
 
થાળીમાં ભોજન છોડવુ - શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે અન્નનું અપમાન ન કરવું જોઈએ. થાળીમાં ખોરાક છોડવો એ અન્નનું અપમાન માનવામાં આવે છે. તેથી, થાળીમાં એટલું જ લો કે જેટલું તમે ખાઈ શકો. ખોરાકના બિનજરૂરી બગાડ કરવાથી તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. આ કૃત્યથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Next Article