વોર્નના પડકાર માટે તેડુલકર તૈયાર

ભાષા

સોમવાર, 26 મે 2008 (11:53 IST)
મુંબઈ ઈંડિયંસના કેપ્ટન સચિન તેંડુલકરે આજે કહ્યુ કે સોમવારે અહીં ઈડિયન પ્રીમિયર લીગની મહત્વપૂર્ણ ટ્વેંટી-20ની હરીફાઈમાં શેન વોર્નની સાથે પોતાનુ ચર્ચિત પ્રતિયુધ્ધ પાછુ શરૂ કરવા અને રાજસ્થાન રોયલ્સ પર જીત મેળવવાની તરફ તેઓ ધ્યાન આપી રહ્યા છે. ]

તેંડુલકર અને વોર્ન મેદાનની બહાર ખૂબ સારા મિત્રો છે, પણ તે છતાં આ બંને વચ્ચે મેદાનમાં યુધ્ધ થઈ ચૂક્યુ છે. જેમાં ભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિનનું પલડું હંમેશા આ ઓસ્ટ્રેલિયાઈ પર ભારે રહ્યુ છે.

સચિને કહ્યુ હું વોર્નની વિરુધ્ધ રમવા માટે ઉત્સાહિત છુ. તેઓ એક મહાન બોલર છે અને મને હંમેશા તેમના પડકારનો સામનો કરવામાં મજા આવે છે.

તેઓ શાનદાર, પડકારરૂપ અને શ્રેષ્ઠ ખેલાડી રહ્યા છે. અમે મેદાન પર કટ્ટર હરીફો છીએ,પરંતુ મેદાનની બહાર અમે સારા મિત્રો છીએ.

વેબદુનિયા પર વાંચો