અજમાવી જુઓ : અસ્થમા અને કરચલી દૂર કરવાના ઉપાયો

અસ્થમામાં મળશે રાહત : અસ્થમાની ફરિયાદ હોય તો ઈલાયચીના દાણાનો પાવડર બનાવી લો. આ પાવડરને મધ સાથે ચાટવાથી આરામ મળશે.

કરચલીઓ ઓછી થશે : લસણનુ નિયમિત સેવન કરવાથી કરચલીઓ ઓછી થઈ જશે અને નવા સેલ્સ બનવાથી ત્વચા ચમકદાર બનશે. સાથે જ આરોગ્ય પણ સારુ રહેશે.

બંધ થશે ઉલ્ટી - સતત ઉલ્ટી થઈ રહી હોય તો સફેદ ચમેલીના 10 ગ્રામ પાનના રસને 2 ગ્રામ કાળા મરી ના ચૂરણ સાથે મિક્સ કરી તેનુ સેવન કરો. ઉલ્ટી બંધ થઈ જશે.

દૂર થશે ટૈનિંગ - ઈંડાની સફેદી, મકાઈ અને લીંબૂના રસનુ મિશ્રણ ત્વચા પર લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી ધોઈ નાખો. નિયમિત ઉપયોગ કરવાથી ટૈનિગ દૂર થશે.

વેબદુનિયા પર વાંચો