જૂનામાં જૂની કબજિયાતની બીમારી દૂર કરવાના ઘરેલુ ઉપાય

મંગળવાર, 12 જુલાઈ 2016 (18:01 IST)
1. કબજિયાતમાંથી આરામ મેળવવા માટે રાત્રે થોડુ દૂધ ગરમ કરી દૂધ સાથે આમળાનું ચૂરણ ખાવાથી કબજિયાતની બીમારી દૂર થાય છે. આમળાનુ ચૂરણ કબજિયાતને જડથી મટાડે છે. 
 
2. પપૈયુ ખાવાથી પણ પેટ સાફ થાય છે. 
 
3. સફરજનનુ જ્યુસ પેટ માટે ખૂબ લાભકારી છે. તેનાથી આંતરડાની પરતમા જમા ગંદકી બહાર નીકળી જાય છે. 
 
4. મોટી દ્રાક્ષ (મુનક્કા)આ સમસ્યા માટે રામબાણ છે. રોજ 6-7 મુનક્કા દૂધમાં ઉકાળીને પીવાથી કબજીયાત દૂર થાય છે. 
 
5. ટામેટાનુ સૂપ કે કાચા ટામેટા ખાવા જોઈએ.  જીદ્દી આંતરડામાં જમા જૂનો મળ સાફ કરવાનો આ અસરદાર ઉપાય છે. 
 
6. ત્રિફળાનુ ચૂરણ બે ચમચી કુણા પાણીમાં મિક્સ કરીને રોજ રાત્રે સૂતા પહેલા લેવાથી કબજિયાતની તકલીફમાં તરત રાહત મળે છે. 
 
7. રીંગણનુ શાક, તાંદળજો, પાલકનુ શાક, કેરી, ચણા, દૂધ અને મધ ખાવાથી પણ પેટ સાફ થઈ જાય છે. 
 
8. તાંબાના વાસણમાં એક ચપટી મીઠુ નાખીને પાણી ભરી આખી રાત માટે મુકી રાખો. સવારે ખાલી પેટ આ પાણી પીવાથી કબજીયાતથી રાહત મળે છે. 
 
9. પાકેલી શક્કરટેટી અને તરબૂચ પેટ સાફ કરવામાં મદદ કરે છે. 
 
10. દૂધમાં કાળા મરીના 3-4 દાણા મિક્સ કરીને આખા જ ઓગળી જવાથી કબજિયાત દૂર થાય છે. 
 
11. દૂધમાં ગુલકંદ નાખીને પીવાથી કબજિયાત થતી નથી. 
 
12. જામફળ ખાવાથી પણ કબજિયાત થતી નથી અને જામફળ ખાધા પછી ઉપરથી દૂધ પીવાથી જૂનામાં જૂની કબજિયાતની તકલીફ ચપટીવારમાં જ દૂર થાય છે. 

વેબદુનિયા પર વાંચો