બનાવવાની રીત -: દાળને ધોઈ 4-5 કલાક પાણીમાં પલાળી દો. પછી પાણી ગાળીને પ્રેશર કૂકરમાં પાણી અને 1.5ચમચી આદુ અને લસણનો પેસ્ટ ઉમેરી કુકરમાં બાફી લો. .થોડી દાળને મેશ કરી લો. પછી એક ફ્રાય પેનમાં તેલ ગર્મ કરી એમાં ડુંગળી નાખી સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં બાકીનુ આદુ અને લસણ પેસ્ટ ઉમેરો. પછી લીલા મરચા ઉમેરો. થોડા સમય માટે તેમને ફ્રાય કરો. હવે ટમેટાં નાખો અને તેલ ઉપર આવે ત્યાં સુધી ફ્રાય ઉમેરો. આ વઘારને દાળ પર નાખો. મિક્સ કરી અને મીઠું નાખો. 4-5 મિનિટ માટે ઉકળવા દો. ફુદીનાના પાન ઉમેરી સર્વ કરો.