મરચાના ટપોરા એક એવી ડિશ છે જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉલ્લેખનીય છે કે પહેલા તો આ ફક્ત ગ્રામીણ ક્ષેત્રમાં જ પ્રખ્યાત હતીપન હવે આ શહેરોમાં પણ ખૂબ બનાવાય છે. બે મિનિટમાંજ બની જાય છે આ ડિશ.
સામગ્રી - જાડા મરચા 100 ગ્રામ
અડધી નાની ચમચી રાઈ
અડધી નાની ચમચી હળદર
અડધી નાની ચમચી વરિયાળી
અડધી નાની ચમચી આમચૂર
મીઠુ સ્વાદમુજબ
તેલ જરૂર મુજબ
બનાવવાની રીત - સૌ પહેલા બધા મરચાને સારી રીતે ધોઈ લો
- હવે તેને ગોળાકારમાં નાના નાના ટુકડામાં કાપીને પાણીમાં પલાડી દો.
- આવુ કરવાથી તેના નાના-નાના બીજ નીકળી જશે.
- મીડિયમ તાપમાં એક પૈનમાં તેલ ગરમ કરવા માટે મુકો
- તેલ ગરમ થતા જ રાઈ તતડાવો
- રાઈ તતડતા મરચા નાખી દો
- મીઠુ, હળદર અને વરિયાળી મિક્સ કરીને લગભગ 5 મિનિટ સુધી સીઝવા દો.