Radio Jockey કુનાલની પત્નીએ 10માં માળથી કૂદીને આત્મહત્યા કરી !!

શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (12:50 IST)
અમદાવાદના જાણીતા રેડિયો જોકીની પત્નીએ આપધાત કરી લીધો છે. મિરચી મુર્ગાથી જાણીતા બનેલા રેડિયો મીર્ચીના જોકી કુણાલની 28 વર્ષની પત્ની ભૂમિ દેસાઈએ ફ્લેટના 10માં માળેથી પડતુ મુક્યુ હતુ. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સચીન ટાવરના દસમાં માળેથી કુદી જતા ભૂમિનુ મોત થયા હતુ. કુનાલ અને ભૂમિના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. 
 
ભૂમિ દેસાઈએ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સચિન ટાવરના દસમાં માળેથી ઝંપલાવતા પહેલા તેના એક નિકેશ નામના મિત્રએ મેસેજ કર્યો હતો.  આ મેસેજમાં ભૂમિ નિકેશને જણાવ્યુ હતુ કે કે 'suicide at sachin tower' સાથે જ ભૂમિએ મેસેજમાં તેના પતિ અને બીજા એક સંબંધીના મોબાઈલ નંબરનો ઉલ્લેખ કર્યો હતો. નિકેશ સચીન ટાવર પહોંચે તે પહેલા ભૂમિએ આત્મહત્યા કરી લીધી હતી. 
 
ભૂમિના આ બીજા લગ્ન હતા અને તેના પરિવારના સૂત્રો જણાવે છે કે આ મેરેજથી પણ તે ખુશ નહોતી. ભૂમિના પરિવારના એક સભ્યએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ભૂમિના પહેલા લગ્ન સમયે તેને ઘણો માનસિક ત્રાસ પડ્યો હતો છતા તેણે આત્મઘાતી પગલું નહોતુ ભર્યુ. ભૂમિ બહાદુર હતી અને ઘણી હરિફાઈઓ જીતી હતી. ભુમિની હત્યા થઈ  હોવાની અમને શંકા છે. 
 
ભૂમિનુ પિયર કે સાસરુ બીજા વિસ્તારમાં છે અને આપઘાત માટે તે સચીન ટાવર જ કેમ આવી તે હજુ રહસ્ય છે. પોલીસે ભુમિની લાશને પોસ્ટમોર્ટૅમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. 
 
ભુમિ રેડિયો મિર્ચીની એક હરિફાઈ દરમિયાન આરજે કુનાલના સંપર્કમાં આવી હતી અને પછી બંને જણાએ લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો