હવે ગંગામાં થૂંકશો તો જવુ પડશે જેલ

મંગળવાર, 10 જૂન 2014 (17:40 IST)
. ગંગાની સફાઈને લઈને સરકાર ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. સૂત્રોના મુજબ આ માટે અનેક કાયદાઓ લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી ક હ્હે. જેના હેઠળ સજા ઉપરાંત ભારે દંડ પણ ભરવો પડી શકે છે. 
 
જો કોઈએ ગંગા નદીમાં થૂંક્યુ કે પછી કચરો ફેંક્યો તો તેને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. સૂત્રો મુજબ સરકાર હવે આવા લોકો પર 10 હજાર રૂપિયા દંડ અને 3 દિવસની જેલની સજા પર વિચાર કરી રહી છે.  
 
નરેન્દ્ર મોદીના વારાણસીથી જીત્યા પછી ગંગા સફાઈનો મુદ્દો સરકારની પ્રાથમિકતામાં છે. મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગંગાની સફાઈનું વચન આપ્યુ હતુ. આ જ રીતે એક જુદુ મંત્રાલય બનાવીને તેની કમાન ઉમા ભારતીને આપવામાં આવી છે.  

વેબદુનિયા પર વાંચો