રાજ ઠાકરે વિધાનસભા ચૂંટણી નહી લડે

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (11:23 IST)
.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતાઓને નકારી દીધી છે. તેમણે કહ્યુ કે તે ખુદને કોઈ એક ચૂંટણી ક્ષેત્ર સુધી 'સીમિત' રાખવા માંગતા નથી. 
 
રવિવારે નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા રાજે કહ્યુ કે મેં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પણ ચૂંટણી લડવી ઠાકરે પરિવારના લોહીમાં નથી. તેમણે કહ્યુ હુ ફક્ત એક ચૂંટણી ક્ષેત્ર સુધી સીમિત રહેવા નથી માંગતો. આખુ મહારાષ્ટ્ર જ મારુ ચૂંટણી ક્ષેત્ર છે. 
 
રાજ ઠાકરે એમએનએસ થી ચૂંટણી લડવાના ઈચ્છુક ઉમેદવારોના ઈંટરવ્યુ લેવા માટ નાગપુર આવ્યા હતા. ઈંટરવ્યુ લીધા પછી રાજે પત્રકારોને કહ્યુ હાલ હુ વિચાર વિમર્શ કરી રહ્યો છુ કે શુ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે આ પહેલા ઠાકરે પરિવારમાં કોઈએ ચૂંટણી નથી લડી. 
 
આ વર્ષે 31 મેના રોજ રાજ ઠાકરેએ મુંબઈના સોમૈયા ગ્રાઉંડમાં એમએનએસના સંમેલનમાં ભાષણ આપતા ચૂંટ્ણી લડવાની જાહેરાત કરી હતી. પણ હવે બદલાયેલ હાલતમાં એમએનએસની રાજનીતિક સ્થિતિને જોઈને લાગે છે કે રાજ ઠાકરે ચૂંટણી લડવાની હિમંત નથી કરી શક્યા. જો કે રાજ ઠાકરેએ ચૂંટણીની તારીખો જલ્દી જાહેર કરવાની માંગ ચૂંટણી પંચને કરી છે.  
 

વેબદુનિયા પર વાંચો