મોદીની હિન્‍દી ભાષા ઉપર પ્રભુત્‍વ અને ભાષા શૈલી પર લોકો થયા ફિદા

શનિવાર, 17 મે 2014 (15:17 IST)
નરેન્‍દ્ર મોદીના જાદુના કારણે દેશના હિન્‍દી પટ્ટામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. નરેન્‍દ્ર મોદીના હિન્‍દી ભાષા ઉપર પ્રભુત્‍વ અને ખુબ જ શાનદાર હિન્‍દી ભાષાની શૈલીના કારણે હિન્‍દી પટ્ટામાં ભાજપને સૌથી રેકોર્ડ સફળતા મળી છે. મોદીએ પ્રચાર દરમિયાન હિન્‍દી ભાષામાં ઝંઝાવતી નિવેદન કર્યા હતા. મોદીના ભાષણને જે લોકો સમજી શક્‍યા છે તે લોકો મોદી પર ફિદા થઇ ગયા હતા. મોદીના હિન્‍દી પર પ્રભુત્‍વના કારણે હિન્‍દી પટ્ટા મોદીમય બની ગયા હતા જ્‍યારે દક્ષિણ ભારતમાં મોદી પ્રચાર માટે પહોંચ્‍યા હતા પરંતુ હિન્‍દી ભાષાને અહીં ખુબ ઓછા લોકો સમજી શક્‍યા હતા

જેના લીધે અહીં દેખાવ નબળો રહ્યો હતો. જો કે સમગ્ર દેશમાં મોદી લહેર અકબંધ રહી હતી. પરંતુ જાણકાર લોકોએ કહ્યું હતું કે, મોટા ભાગના હિન્‍દી પટ્ટામાં મોદી છવાઈ ગયા હતા. હિન્‍દી પટ્ટા મોદીમય બનવા માટે તેમના આક્રમક હિન્‍દી ભાષણો જવાબદાર રહ્યા છે. આજ કારણસર ભાજપ માટે લોકોએ મતદાન કરીને નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર મંજુરીની મહોર મારી હતી. લોકો કુશાસનમાંથી દેશને મુક્‍ત કરવા ઇચ્‍છુક હતા અને તેમની ઇચ્‍છા પુરી થઇ છે. હિન્‍દી પટ્ટાવાળા રાજ્‍યોમાં ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે હજુ સુધીનો સૌથી શાનદાર દેખાવ કર્યો છે. અહીં ભાજપે ૮૦ બેઠકો પૈકીની મોટાભાગની બેઠકો જીતીને સપાટો બોલાવ્‍યો છે. બહુજન સમાજ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. મોદીએ પ્રચાર દરમિયાન જે વાત કરી હતી તે સંપૂર્ણપણે સાચી સાબિત થઇ છે. હિન્‍દી ભાષા ઉપર પકડના કારણે લોકો મોદીથી પ્રભાવિત થયા હતા સાથે સાથે તેમની વિકાસની બાબતથી પ્રભાવિત થયા હતા. તેમના આક્રમક અંદાજથી લોકો પ્રભાવિત થયા હતા.

 

વેબદુનિયા પર વાંચો