સ્વચ્છ ભારત અભિયાન -નરેન્દ્ર મોદીએ વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવી

ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (10:55 IST)
આજે 2 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 145મી જન્મજયંતિ છે અને આ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની દલિત વસતી વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવીને અને કચરો ઉપાડીને દેશવ્યાપી 'સ્વચ્છ ભારત અભિયાન'ની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્વચ્છતા ભારત મિશન'ની પદયાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરી. વડાપ્રધાની સાથે બાળકો પણ સામેલ થયા.આ કોલોનીમાં ગાંધીજી જે રૂમમાં રહેતા હતા એને સાચવીને રાખવામાં આવ્યો છે અને મોદી આ વિસ્તારને ઓળખ આપવા માગે છે. કારણ કે આ વિસ્તારમાં ગાંધીજી ઘણા દિવસો રહ્યા હતા આ દેશવ્યાપી અભિયાનમાં મોદીની સાથે મંત્રીઓ તેમજ 31 લાખ કર્મચારીઓ પણ જોડાયા છે. આ અભિયાનની શરૂઆત વખતે નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત માટે વાલ્મિકી કોલોની પસંદગી કરી છે કારણ કે મોદી સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે હકીકતમાં મોદી ઇચ્છે છે કે આ દલિત વિસ્તાર સાથે મહાત્મા ગાંધીનું નામ જોડાય ને કોંગ્રેસની મહત્વની મિટીંગો કરી હતી. હાલમાં મોદીએ આ વિસ્તારમાં નવા ટોઇલેટ્સનું ઉદ્ધાટન પણ કર્યું હતું તેમજ અને ઝાડુથી સફાઈ કરી હતી.
 
 મોદીએ અપીલ કરી કે આ દેશને ગંદકીથી મુક્ત કરવો જોઇએ શું ફક્ત સફાઇ કર્મચારોની જવાબદારી છે. સવા સો કરોડ દેશવાસી જેવા ભારત માતાના સંતાન છે વડાપ્રધાન પણ પહેલાં ભારત માતાનું સતાન છે: મોદી આ કામ ફક્ત સરકારના મંત્રીઓનું નથી, આ કામ જન સામાન્યનું છે  રાજકારણથી પ્રેરિત થઇને આ અભિયાનને ન જુઓ. આ રાષ્ટ્રનીતિથી પ્રેરિત અભિયાન છે:  આ કામ કઠિન છે, પરંતુ આપણી પાસે 2019 સુધીનો સમય છે. ભારતવાસી આ કરી શકે છે: મોદી  કોઇ કાગળ ફેંકે છે, તો આપણને ઉઠાવવાનું મન કેમ કરતું નથી? હું જાણું છું જૂની આદતોને બદલવાનો સમય આવી ગયો છે
 
મોદીના મિશન સ્વચ્છ ભારતને સફળ બનાવવામાં મોદીના મંત્રીઓ સતત કામે લાગેલા છે. આજે મોટા ઉદ્યોગમંત્રી અનંત ગીતે અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસમિરત કૌરે જાડૂ લગાવ્યું. હરસિમરત કૌરે દિલ્હીમાં સફાઈ અભિયાનમાં ભાગ લીધો. સાથે જ તેઓએ લોકોને અપીલ કરી કે રોજે 15 મિનીટનો સમય નિકાળે, તો આપણું પાડોસ પણ સાફ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો