ભૂકંપથી હલી ગયુ નેપાળ અને ઉત્તર ભારત, અત્યાર સુધી 700થી વધુના મોત (જુઓ ફોટા અને વીડિયો)

શનિવાર, 25 એપ્રિલ 2015 (13:00 IST)
બીજી બાજુ પશ્ચિમ બંગાળના કાટમાળમાં શાળાની ઈમારત ઢસડવાથી 40 બાળકો ઘાયલ થઈ ગયા. 
 
વરિષ્ઠ ઓફિસરોની સાથે બેઠક મોદીએ કરી બેઠક 
 
ભૂકંપની પછી રાજ્યોમાં નુકશાન અને વ્યવસ્થાની સ્થિતિ જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી. આ બેઠક પીએમઓમાં થઈ. જ્યા એનડીઆરએફના ઉપરાંત પીએમઓના વરિષ્થ અધિકારી હાજર છે. આ દરમિયાન વિપદા મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ પીએમને ભૂકંપની રિપોર્ટ સોંપી છે. 
 
પડોશી દેશ નેપાળમાં આવેલ કુદરતી આફતની અસર આજે ભારતના ઉત્તર પૂર્વી ભાગમાં પણ જોવા મળી અને દિલ્હી. ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં તેના જોરદાર ઝટકા અનુભવાયા. અત્યાર સુધી મળતા સમાચાર મુજબ બિહારમાં 49 અને ઉત્તર પ્રદેશમાં લગભગ 14 મોત થઈ ચુક્યા છે. નેપાળમાં 688થી વધુ લોકોના મરવાની આશંકા છે. 
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત અને નેપાળમાં થંભી થંભીને ભૂકંપના ઝડપી ઝટકા અનુભવાયા. ભૂકંપના ઝટક દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને અસમમાં અનુભવયા છે. કાઠમાંડૂમાં સૌથી વધુ જોરદાર ભૂકંપ આવ્યો છે અને નેપાળમાં કેટલાક ઘરો ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે.  તેમા કોઈને નુકશાન થવાની કોઈ સૂચના નથી. પહેલો ઝટકો 11 વાગીને 41 મિનિટ પર અનુભવાયો છે. જ્યારે કે 12 વાગીને 19 મિનિટ પર  બીજીવાર ઝટકો અનુભવાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશ અને નેપાળમાં ભૂકંપ પ્રભાવિત સુધી પહૉંચવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. 
 
પહેલીવાર ઝડપથી ઝટકો અનેક વિસ્તારોમાં 2 મિનિટ સુધી અનુભવાયો છે. લોકોએ રાહતના શ્વાસ લીધા હતા કે લગભગ અડધો કલાક પછી બીજીવાર લગભગ 15 સેકંડ માટે ધરતી કંપી. શરૂઆતી રિપોર્ટમાં બતાવ્યુ છે કે ભૂકંપનો અધિકેન્દ નેપાળમાં પોખરાથી 80 કિલોમીટર પૂર્વમાં હતો. કાઠમાંડૂમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી છે.  જેવુ ધરતી કંપવી શરૂ થઈ લોકો જીવ બચાવવા માટે રસ્તાઓ પર આવી ગયા. દિલ્હી અને કલકત્તામાં મેટ્રોની સેવા થોડી વાર માટે રોકવામાં આવી છે.  






 























વેબદુનિયા પર વાંચો