16 ડિસેમ્બર ગેગરેપની વરસી - કાયદા બદલ્યા પણ પરિસ્થિતિ હજુ પણ એવી ને એવી જ...

મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (11:55 IST)
બે વર્ષ પહેલા 16 ડિસેમ્બરના રોજ થયેલ દિલ્હી ગેગરેપની આજે વરસી છે. વીતેલા બે વર્ષમાં દોષીયોને સજા થઈ. નવા કાયદા બન્યા. પણ બળાત્કારની ઘટનાઓ બંધ થઈ નથી. 
 
આખા દેશને હલાવી દેનારી દિલ્હી ગેંગરેપની ઘટનાને કોઈ ભૂલ્યુ નથી. આજના જ દિવસે મતલબ 16 ડિસેમ્બર 2012ના રોજ ચાલતી બસમાં છ લોકોએ એક યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. દિલ્હીમાં થોડાક દિવસોની સારવાર પચેહે યુવતીને સિંગાપુરના એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યા તેણે  29 ડિસેમ્બર 2012ના રોજ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. 
 
ઘટનાને બે વર્ષ વીતી ચુક્યા છે. દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શનો પછી રેપની ઘટનાઓ માટે નવો કાયદો પણ બનાવવામાં આવ્યો. કોર્ટમા ચાલેલ સુનાવણી પછી ચાર બળાત્કારીઓને કોર્ટે મોતની સજા સંભળાવી છે. ગેંગરેપ કરનારાઓમાં એ સમયે એક સગીર પણ હતો. જેના વિરુદ્ધ સુનાવણી જુવેનાઈલ બોર્ડમાં કરવામાં આવી. ત્યારબાદ તેને ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો