સંત રામપાલ હવે 28 નવેમ્બર સુધી જેલની હવા ખાશે

ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:11 IST)
હરિયાણામાં પોતાના સમર્થક ગુંડાઓની સાથે પોલીસ પર સીધો હુમલો કરનારા રામપાલને 28 નવેમ્બર સુધી જેલની પાછળ ઘકેલી દેવામાં આવ્યા. 
 
આ પહેલા રાજ્ય સરકારના મહાઘિવક્તા બળદેવ રાજ મહાજને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આજે એક અરજી દાખલ કરી. જેમા તેમણે સંત રામપાલની ધરપકડ કરવાની કોર્ટને માહિતી આપી. 
 
તેમણે સંત રામપાલને ગુરૂવારે જ કોર્ટમાં રજુ કરવાની અનુમતિ માંગી જેને સ્વીકારીને કોર્ટે તેમને બે વાગે રજુ કરવાનો આદેશ આપ્યો. 
 
ઉલ્લેખનીય છે કે રામપાલને કોર્ટે 21 નવેમ્બરના રોજ રજુ કરવા માટે ગત 17 નવેમ્બરના રોજ બિન જામીની વોરંટ રજુ કર્યુ હતુ. 
 
આ પહેલા રામપાલને પંચકુલા સ્થિત જીલ્લા હોસ્પિટલમાં મેડિકલ તપાસ પછી બહાર આવતા મીડિયા દ્વારા પુછાતા સવાલો પર કહ્યુ કે તેમના પર લગાવેલા બધા આરોપો ખોટા અને બેબુનિયાદ છે. 
 
તેમણે કહ્યુ હુ નિર્દોષ છુ અને મેં કોઈને બંધક નથી બનાવ્યા. 

વેબદુનિયા પર વાંચો