ઈસ્લામાબાદના આકાશમાં રાત્રે 10 વાગીને 20 મિનિટ પર એફ-16 લડાકૂ વિમાન ઉડતા દેખાયા જ્યા લોકો વચ્ચે અફરા તફરી મચી ગઈ હતી. બીજી બાજુ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન ભારતથી ગભરાઈ ગયુ છે અને યુદ્ધની તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી બાજુ પાકિસ્તાન તરફથી એફ-16 લડાકૂ વિમાનની ઉડાન પર પ્રથમ પ્રતિક્રિયા આવી છે કે આ ફક્ત નોર્મલ એક્સરસાઈઝ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જારી ટેન્શન વચ્ચે ગઇકાલે પાકિસ્તાનના પાર્ટનગર ઇસ્લામાબાદના આસમાનમાં અચાનક એફ-16 લડાકુ વિમાનો દેખાતા લોકોમાં ભયનું લખલખુ ફરી વળ્યુ હતુ. અચાનક એફ-16 વિમાનો રાત્રે 10.20 કલાકે દેખાયા હતા. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હમીદ મીરએ આ માહિતી ટવીટ્ થકી આપી છે. તેમણે એક ન્યુઝ ચેનલને જણાવ્યુ હતુ કે, વિમાનોએ આ રીતે ઉડવાનુ શરૂ કરતા લોકોમાં દહેશત ફેલાઇ હતી. જેના કારણે લોકો ઘરોમાંથી દોડી આવ્યા હતા. અનેક લગ્નો પણ ચાલુ હતા. જેમાંથી લોકો બહાર આવી આસમાન ઉપર જોવા લાગ્યા હતા અને પોત-પોતાની રીતે કયાશ કાઢવા લાગ્યા હતા. વોરની આશંકાને લઇને આ અભ્યાસ હોઇ શકે છે. આ વિમાનોએ ઇસ્લામાબાદમાં 3 થી 4 ચક્કર લગાવ્યા હતા.
આ વિમાનોએ ઉડ્ડયન કરતા ઇસ્લામાબાદમાં અફડા-તફડી મચી ગઇ હતી. મીડીયા રિપોર્ટ મુજબ ઇસ્લામાબાદ-પેશાવર હાઇવે બંધ કરી દેવાયો છે. આતંકી હુમલા બાદ પાકિસ્તાન પોતાની સુરક્ષા વધારવા લાગ્યુ છે અને તેને કારણે જ આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ઘણો ખોફનાક યુધ્ધ અભ્યાસ હોવાનુ હામીદ મીરે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, અમારી સેના જંગને નિપટવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. આનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે પાક સેના ભારત તરફથી કોઇપણ કાર્યવાહીનો સામનો કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. એબીપી ન્યુઝને તેમણે કહ્યુ હતુ કે, હું એક સામાન્ય માણસ છું તેથી કહી શકુ કે ભારત અને પાકિસ્તાને જંગ વિશે વિચારવુ જોઇએ નહી કારણ કે જંગમાં નિર્દોષ લોકો મરે છે. જંગને બદલે શાંતિપુર્વક વાટાઘાટો યોજવી જોઇએ.