યૂએનમાં સુષમા સ્વરાજના પલટવારથી પાકિસ્તાન ગભરાયુ છે. સુષ્માના નિવેદનને પાકિસ્તાનની યૂએન રિપ્રેજેંટેટિવે કાશ્મીર પરથી ધ્યાન ભટકાવનારુ અને જૂઠ્ઠાણા કહ્યા છે. નવાઝ શરીફની યૂએનમાં સ્પીચના 5 દિવસ પછી સુષમા સ્વરાજે સોમવારે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. કહ્યુ હતુ કે કાશ્મીર ભારતનુ છે અને રહેશે. પાકિસ્તાન સપના જોવાનુ બંધ કરી દે. બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવતા ભડક્યુ પાક..
- યૂએનમા પાકની રિપ્રેજેંટેટિવ મલીહા લોધીએ સુષમાના નિવેદનનો જવાબ આપતા કહ્યુ, "ભારતની વિદેશ મંત્રીનુ નિવેદન ખોટુ અને નિરાધાર છે. તેમના આરોપ ખોટા છે. ભારત તરફથી યૂએનમાં તેમનો આંતરિક મુદ્દો બલૂચિસ્તાનને ઉઠાવવો રૂલ્સનુ વૉયલેશન છે.
- મલાહીએ રાઈટ ટુ રિપ્લાય ના હકનો ઉપયોગ કરતા ભારત પર નિશાન સાધ્યુ.
- ઉલ્લેખનીય છે કે સુષમાએ યૂએન કાશ્મીરમાં હ્યૂમન રાઈટ્સ વૉયલેશન હોવાના પાકિસ્તાનના આરોપો પર કહ્યુ હતુ - જેમના ઘર કાચના હોય છે તેમણે બીજાના ઘર પર પત્થર ન ફેંકવા જોઈએ.
- નવાઝની એડવાઈઝરે કહ્યુ - પાકિસ્તાનને અલગ થલગ નથી કરી શક્યુ ભારત
- પાકિસ્તાની પીએમ નવાઝ શરીફના વિદેશ મામલાના એડવાઈઝર સરતાજ અજીજે કહ્યુ છે કે પાકિસ્તાનને કૂટનીતિક સ્તર પર અલગ થલગ કરવાની ભારતની કોશિશોને ઝટકો લાગ્યો છે.