UNમાં 19 મિનિટના ભાષણમાં 8 મિનિટ ફક્ત કાશ્મીર પર બોલ્યા નવાઝ, ભારતનો જવાબ - PAK એક ટેરરિસ્ટ સ્ટેટ જે હાથમાં બંદૂક લઈને વાતચીત કરવા ઈચ્છે છે
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (11:45 IST)
પાકિસ્તાને એક વાર ફરી યૂએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જનમત સંગ્રહ કરાવવાની માંગ કરી. 19 મિનિટને સ્પીચમાં શરીફે જમ્મુ-કાશ્મીરમાં ઈંડિયન આર્મી પર હ્યૂમન રાઈટ્સના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. હિઝબુલ આતંકી બુરહાન વાનીને યંગ લીડર બતાવતા તેમણે કહ્યુ કે કાશ્મીરમાં ચાલી રહેલ કરફ્યુ અને સિક્યોરિટી ફોર્સેસની હિંસાને રોકવી જોઈએ. ભારતે તેનો તરત જ જવાબ આપ્યો. પાકિસ્તાનને ટેરરિસ્ટ બતાવતા ભારત વિરુદ્ધ વોર ક્રાઈમને પ્રોત્સાહન અપવાનો આરોપ લગાવ્યો. સાથે જ કહુ કે ભારત વિરુદ્ધ આતંકવાદીઓને સ્પોન્સર કરવુ પાકિસ્તાનની જૂની પોલીસી છે. પાક હાથમાં બંદૂક લઈને વાતચીત કરે છે...
- યૂએનમાં વિદેશ રાજ્ય સચિવ એમજે અકબરે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યુ - "અમે એક આતંકવાદીનુ ગ્લોરિફિકેશન સાંભળ્યુ. વાની હિઝબુલનો કમાંડર હતો. આ હેરાન કરનારી વાત છે કે એક દેશનો લીડર એક આતંકવાદીના વખાણ કેવી રીતે કરી શકે છે.
- પાકિસ્તાન એક એવો દેશ છે જે હાથમાં બંદૂક લઈને વાતચીત કરવા માંગે છે. પણ ભારત હજુ પણ આ ટૈક્ટિક્સ-બ્લેકમેલની આગળ નમે નહી.
- જ્યારે કે દેશની પોલીસી જ વોર ક્રાઈમ હોય તો તેની આસપાસના દેશો પર તેની શુ અસર પડી રહી હશે તે સમજી શકાય છે. હવે તો આ દુનિયાના અનેક ક્ષેત્રોમાં પણ પહોંચી ચુક્યો છે.
- આ પહેલા વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન વિકાસ સ્વરૂપે હિઝબુલ આતંકવાદી બુરહાન વાનીના ગ્લોરિફિકેશન કરવાની પણ નિંદા કરી.
- તેમણે કહ્યુ - વાતચીત માટે ભારતની એકમાત્ર શરત એ છે કે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદીઓને શરણ ન આપે અને આતંકવાદનો ખાત્મો કરે. પાકિસ્તાન તે માનવા તૈયાર નથી.
- આતંકી બુરહાન વાનીના વખાણ બતાવે છે કે પાકિસ્તાનનો આતંકવાદ સાથે સંબંધ કાયમ છે.
19 મિનિટની સ્પીચમાં 8 મિનિટ સુધી કાશ્મીર પર બોલ્યા.. પણ ઉડી હુમલાનો ઉલ્લેખ પણ ન કર્યો. બુરહાનને ગણાવ્યો શહીદ.
- જો કે હિઝબુલ આતંકીને શહીદ બતાવતા તેમણે કહ્યુ કે ઈંડિયન ફોર્સેસે જેની હત્યા કરી નાખી એ યંગ લીડર બુરહાન વાની આજના કાશ્મીરની અવાજ છે.
- તેમણે કહ્યુ - કાશ્મીર ઈશ્યૂના સમાધાન વગર બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત નથી થઈ શકતી. આ મુદ્દાનો હલ યૂએનના પ્રસ્તાવને લાગૂ કર્યા વગર નથી થઈ શકતો.
- પાકિસ્તાન જ કાશ્મીરનો સાચો અવાજ છે અને કાશ્મીરીઓની નવી પેઢી ભારતના ગેરકાયદેસર કબજા વિરુદ્ધ લડી રહી છે.
- અમે ભારત સાથે વાતચીત ઈચ્છીએ છીએ. પણ ભારત વાતચીત પહેલા શરત મુકે છે જે પાકિસ્તાનને મંજૂર નથી. નવાઝે કહ્યુ કે પાકિસ્તાન હથિયારોની હોડમાં નથી. અપ્ણ ભારત હથિયાર એકત્ર કરી રહ્યુ છે.
- પાકિસ્તાને ધમકી આપી કે તે એક પરમાણુ સંપન્ન દેશ છે. શરીફે કહ્યુ અમે એક પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પણ બધી સંધિયો અને સમજૂતીનુ સન્માન કરે છે.
- તેમણે એ પણ કહ્યુ કે પાકિસ્તાન ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પોતાનો દાવો રજુ કરશે. ઈંડિયન આર્મી પર હ્યૂમન રાઈટ્સનુ ઉલ્લંધન કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે પેલેટ ગનને કારણે કાશ્મીરમાં સેકડો લોકોની આખો જતી રહી.
- અનેક લોકો માર્યા ગયા. કાશ્મીરમાં ઈંડિયન આર્મીએ હટવુ જોઈએ. નવાઝે એ સફાઈ આપી કે પાકિસ્તાન એક લોકતાંત્રિક દેશ છે અને આ પ્રકારની હિંસા અને આતંકનો વિરોધ કરે છે. તેમણે કહ્યુ - તેમની સત્તામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પાકિસ્તાન ડેવલોપમેંટ તરફ આગળ વધી રહ્યુ છે.