Summer Health Care - ગરમીની ઋતુમાં ઝાડા ઉલ્ટી જેવી બીમારીઓથી બચવા માટે કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (13:29 IST)
ગરમીની ઋતુમાં જમવાનુ ખૂબ જ સાવધાની પૂર્વક ખાવુ જોઈએ. કારણ કે તમારી થોડી બેદરકારી તમારા પેટમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે. ગરમીની ઋતુમાં તમારા પાચન તંત્રની ક્ષમતા અને બૉડેનુ બધુ ફંક્શન પણ ધીમુ થઈ જાય છે. આ ઋતુમાં મોટેભાગે લોકો ડાયેરિયા, ગેસ, કબજિયાતથી વધુ પરેશાન થાય છે. 
 
આ સાથે જ પેટનો દુખાવો, અપચો, ઉલ્ટી, અપચો, ઝાડા, પેચિશ વગેરે સામાન્ય સમસ્યાઓ પણ આ ઋતુમાં પરેશાન કરી શકે છે. જેમને પોતાના ખાનપાનમાં થોડો ફેરફાર કરીને દવા વગર જ ઠીક કરી શકાય છે. તો આવો આજે અમે બતાવીએ કે ગરમીની ઋતુમાં આ સામાન્ય સમસ્યાઓને તમે 1 દિવસમાં કેવી રીતે ઠીક કરી શકો છો. 
 
ડિહાઈડ્રેશનથી બચવા માટે ORSનું પાણી પીવો. ગરમીમાં જો તમને પેટમાં દુખાવો વારેઘડીએ ઉલ્ટી કે ઝાડા થઈ ગયા છે તો તમારા શરીરમાં પાણીની કમી થઈ શકે છે. આ ડિહાઈડ્રેશનનુ કારણ બની શકે છે. જે એક મોટી સમસ્યા છે. આવામાં તમારે માટે ઓઆરએસનુ શરબત બનાવીને પીવુ લાભકારી સાબિત થઈ શકે છે.  જે એક મોટી સમસ્યા છે. આવામાં તમારે માટે ઓઆરએસનુ પાણી પીવુ લાભકારી સાબિત થઈ શકે છે. આ પાણીમાં મીઠુ, ખાંડ અને અનેક મીનરલ્સ હોય છે જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનુ સ્તર બનાવી રાખે છે.  જેનાથી શરીર ડિહાઈડ્રેશનનુ શિકાર થતુ નથી અને પીએચ લેવલ યોગ્ય બની રહે છે. 
 
આ આહારનુ સેવન ડાયેરિયાના લક્ષણ થતા તમને તમારા ખાનપાનમાં તરત જ ફેરફાર કરી લેવો જોઈએ. એક્સપર્ટ્સના મુજબ ગરમીમા થનારી પેટની ગડબડને ઠીક કરવા માટે આ ડાયેટ હોવુ જરૂરી છે.
 
કેળા - કેળા પેટ માટે ખૂબ સારા હોય છે. જે ઝાડાને કંટ્રોલ કરે છે. આવામાં તમારે કેલા ખાવા જોઈએ. 
 
ચોખા - સફેદ ચોખા(ભાત)  ખાવા જોઈએ. ચોખામાં કાર્બોહાઈડ્રેટ વધુ અને પ્રોટીન ઓછુ જોવા મળે છે.  તેથી આ સહેલાઈથી પચી જાય છે. 
 
બટાટા - બાફેલા બટેટા ખાઈ શકો છો. બટેટામાં પણ કાર્બ્સ સારી માત્રામાં જોવા મળે છે. 
 
ફળ - દ્રાક્ષ, સફરજન, દાડમ, લીચી, પપૈયુ, સંતરા, મોસંબી, લીંબૂ-પાણી, ગ્રીન ટી વગેરેનુ સેવન પણ કરી શકો છો. 
 
આ વસ્તુઓનુ ન કરશો સેવન 
 
- દૂધવાળી ચા 
- કોફી 
- બટર
- ઘી 
- તેલ વગેરેનું સેવન ન કરો 
 
પ્રોબાયોટિક્સ ફુડ્સ જો તમને પેટની સમસ્યાઓ છે તો તમારે પ્રોબાયોટિક્સવાળા ફુડ્સ ખાવા જોઈએ. આવ ફુડ્સમાં પહેલાથી જ બેક્ટેરિયા રહેલા હોય છે. જે તમારા આંતરડામાં જઈને હેલ્ધી બેક્ટેરિયાને વધારવાનુ કામ કરે છે. આ હેલ્ધી બેક્ટેરિયા ખોટી વસ્તુઓ ખાવાથી શરીરમાં જન્મેલા અનહેલ્ધી બેક્ટેરિયાને મારી નાખે છે. જેનાથી પેટની સમસ્યાઓમાં ખૂબ જલ્દી આરામ મળે છે. દહી, યોગર્ટ, છાશ, ડાર્ક ચોકલેટ, અથાણુ, મીસો, નાટો વગેરે પ્રોબાયોટિકવાળા સૌથી સારા આહાર છે. સાથે જ હલકો અને સુપાચ્ય ખોરાક ખાવો. જેનાથી પચવામાં વધુ મુશ્કેલ ન થાય. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- પેટ ખરાબ થતા વધુથી વધુ આરામ કરવો જોઈએ,  જેનાથી પેટ અને પાચનતંત્ર જલ્દી ઠીક થઈ જાય 
-આવી હાલતમાં દારૂ, સિગરેટ, આઈસક્રીમ જેવી કોઈપણ વસ્તુનુ સેવન ન કરો. 
- જો  2 કલાકની અંદર તમને 2 વારથી વધુ ઉલ્ટી જાય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. - જો તમને પેટમાં દુખાવો છે અને ઝાડા સાથે લોહી આવી રહ્યુ છે તો મોડુ કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરો. 

સંબંધિત સમાચાર

Next Article