મર્ડરમિસ્ટ્રીથી ભરપુર ફિલ્મ તૃપ્તિ આગામી 10 ફેબૃઆરીએ રિલીઝ થશે.

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (16:12 IST)
આર ફિલ્મ રાજુ ગડાની ગાઈડલાઈન હેઠળ ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવે છે. જેમાં તેમણે 3D film “MERE GENIE UNCLE” (HINDI)ની ધારદાર સફળતા મેળવી છે. તે ઉપરાંત વિશ્વની પ્રથમ 3D સંગીત સંધ્યા ( પ્રિ વેડિંગ શો)માં પણ ભારે સફળતા પ્રાપ્ત કરી છે. આ ગૃપ છેલ્લા 25 વર્ષથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ઝંપલાવીને વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધી હાંસલ કરી છે. 

કચ્છના ભાસ્કર એન્ટરટેઈન્મેન્ટ ગૃપની વાત કરીએ તો તે પ્રોમિનેન્ટ બિઝનેસમેનનું ગૃપ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી રીયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ છે. હવે આ કંપની આર ફિલ્મ્સ સાથે મળીને એક ફિલ્મ બનાવી રહી છે. જેનું નામ છે તૃપ્તિ. 


આ ફિલ્મનો કોન્સેપ્ટ અગ્રણી ફિલ્મ મેકર્સ રાજુ ગડાનો છે. તેમણે આ ફિલ્મ માટે એક એવી અદ્ભૂત રચના કરી છે જે દરેકના હૃદયને સ્પર્શી જાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન શબ્બિર શેખ દ્વારા કરવામાં આવ્યું છે. શબ્બિર શેખ બોલિબૂડ સાથે પણ જોડાયેલા છે.

આ ફિલ્મની સ્ટોરી વિક્રમ અને તેમની પત્ની સપનાના જીવન આધારિત છે. સપના કચ્છના ગામડાની એક ગૃહિણી છે તે શહેરની લાઈફસ્ટાઈલને નફરત કરે છે. પરંતુ અચાનક તેના મગજમાં સુરતમાં રહેવા જવાનો વિચાર આવે છે. તે આ શહેરથી અજાણ છે. સુરત જઈને તેના જીવનમાં કેવું પરિવર્તન આવે છે. તે ફિલ્મ જોયા પછી જ સમજાય. પરંતુ તેની સાથે અન્ય એક ઘટના બને છે.  એક સિનિયર કોર્પોરેટ છોકરી જે મુંબઈમાં કામ કરે છે. તે સુરત આવે છે અને કોઈ વ્યક્તિનું ખૂન કરે છે. જેને તે ક્યારેય મળી શકી નથી. આવી કેટલીક મર્ડર મિસ્ટ્રીઓ આ ફિલ્મમાં છે. થ્રિલર અને મર્ડર મિસ્ટ્રીથી ભરપુર આ ફિલ્મ આગામી 10 ફેબૃઆરીએ રિલીઝ થઈ રહી છે.  આ ફિલ્મમાં સંજય મોર્ય, મિત્તલ ગોહિલ, ઝિલ જોશી. ટીકુ તલસાણિયા જેવા અભિનેતાઓએ પોતાની કલા પાથરી છે. સંગીત અક્ષય આકાશે આપ્યું છે. હિતેન આનંદપરાએ ગીતો લખ્યાં છે. સ્ક્રિનપ્લે અને સંવાદો મોહમ્મદ ઝાહિદ અહેમદે લખ્યાં છે.


Next Article