કામની વાત- તમારું પીએફનો યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN)આ રીતે થશે એક્ટિવ, જાણો સરળ પ્રક્રિયા

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2020 (12:27 IST)
જો તમારું પીએફ કપાય છે અને તમને તેની પૂરી જાણકારી રાખવી છે અને તેનો બેલેંસ શું છે. કેટલી રાશિ જમા થઈ રહી છે તેની જાણકારી તમે સરળતાથી ખબર પાડી શકો છો. તેના માટે કર્મચારી ભવિષ્ય નિધિએ યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN)ની સુવિધા શરૂ કરી છે. દરેક કર્મચારી જે ઈપીએફમાં અંશદાન આપે છે. તેનો યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN) હોય છે.  UAN એક્ટિવ થયા પછી તમે સરળતાથી તમારી ઈપીએફની જાણકારી લઈ શકો છો. પણ તેને એક્ટિવ કેવી રીતે કરીએ. આ યૂનિવર્સલ અકાઉંટ નંબર તમારી સેલેરી સ્લિપમાં લખેલું હોય છે. જો નહી લખ્યું છે તો તમારા અહીંના અકાઉંટસ વિભાગથી તેની જાણકારી લઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે એક્ટિવ UAN નંબર જાનો આખી પ્રક્રિયા સૌથી પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વેબસાઈટ nifiedportal-
mem.epfindia.gov.in/memberinterface/ પર જવું અને પાનાના જમણી બાજુ એક્ટીવેટ  યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN)પર કિલક કરો. 
- યૂનિવર્સલ અકાઉંટ નંબર, જન્મ તિથિ, મોબાઈલ નંબર અમે કેપ્ચા ટેક્સ્ટ નાખી Get Authorization Pin પર કિલક કરો. ત્યારબાદ તમારા જે મોબાઈલ નંબર ઈપીએફઓ પર રજિસ્ટર્ડ છે તેના પર તમને ઓટીપી મળશે. 
ત્યારબાદ EPFO પાના પર બધી ડિટેલ્સ વેરિફાઈ કરો અને પછી I Agree પર કિલ્ક કરો. 
ત્યારબદ ઓટીપી નાખી અને વેલિડેટ ઓટીપી પર કિલ્ક કરી યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN)ને એક્ટીવેટ કરો. 
આ પ્રક્રિયા પૂરી કર્યા પછી તમારુ યૂનિવર્સલ અકાઉંટ નંબર (UAN) નંબર એક્ટિવેટ થઈ જશે અને તમને મોબાઈલ પર પાસવર્ડ મળશે. તેને લોગ ઈન કર્યા પછી તમે તમારી પીએફનો બેલેસ ચેક કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Next Article