બજારમાં ઉછાળ.. સેંસેક્સ પહેલીવાર 38154 પર અને નિફ્ટી 11500ના પાર ખુલ્યો

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (10:50 IST)
ગ્લોબલ બજાર સાથે મળતા સંકેતોથી આજે ભારતીય શેયર બજારની શરૂઆત વધારા સાથે થઈ. વેપારની સાથે થયેલ વેપારની શરૂઆતમાં સેંસેક્સ 127.19 અંક એટલે કે 0.34  ટકા વધીને  38,075.07 પર અને નિફ્ટી 31.35 અંક એટલે કે 0.27 ટકા વધીને 11,502.10 પર ખુલ્યો. શરૂઆતી વેપારમાં આજે સૈસેક્સ 38154ના સ્તર પર અને નિફ્ટી 11509ના સ્તર પર પહોંચી ગયો. 
 
સ્મોલ મિડકેપ શેયરમાં વધારો 
 
આજના વેપારમાં દિગ્ગજ શેયર સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરમાં પણ જોશ જોવા મળી રહ્યો છે. બીએસઈના સ્મોલકૈપ ઈંડેક્સ 0.32 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 0.45 ટકા વધીને વેપાર કરી રહ્યો છે. 
 
બેકિંગ શેરમાં વધારો 
 
બેંક, મેટલ, ફાર્મ શેરમાં સારી ખરીદીથી બજારમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઓટો ઈંડેક્સમાં 0.52 ટકાનો વધારો નોંધાયો છે. બેંક નિફ્ટી 0.32 ટકા વધી ગયો છે. બીજી બાજુ ફાર્મા ઈંડેક્સ 0.44 ટકા વધવાની સાથે વેપાર કરી રહ્યો છે. 
 
 
આંતરરાષ્ટ્રીય બજારની હાલત - એશિયાઈ બજારમાં મળતાવડો વેપાર જોવા મળી રહ્યો છે. જાપાનનો બજાર નિક્કેઈ 115 એટલે કે 0.5 ટકાના ઘટાડા સાથે 22,156ના સ્તર પર હૈંગ સેંગ 11 અંકની મામુલી બઢત સાથે 27,224 ના સ્તર પર, એસજીએક્સ નિફ્ટી 32.5 અંક એટલે કે 0.3 ટકાના ઉછાળા સાથે  11,510ના સ્તર પર વેપાર કરી રહ્યુ છે.  કોરિયાઈ બજારનો ઈંડેક્સ કોસ્પી સપાટ જોવા મળી રહ્યો છે. જ્યારે કે સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં પણ સુસ્તી જ જોવા મળી રહી છે. તાઈવાન ઈંડેક્સ 0.15 ટકાના વધારા સાથે 10,706ના સ્તર પર વેપાર કરી રહ્યુ છે. શંઘાઈ કમ્પોઝિટની ચાલ સપાટ જોવા મળી રહી છે. 
 
ટોપ ગેનર્સ 
લાર્સન, કૉલ ઈંડિયા, યસ બેંક, આઈડિયા સેલુલર, ઓએનજીસી, ટાટા મોટર્સ 
 
ટોપ લૂઝર્સ 
લાર્સન, કૉલ ઈંડિયા, યસ બેંક, આઈડિયા સેલુલર, ઓએનજીસી, ટાટા મોટર્સ 

સંબંધિત સમાચાર

Next Article