લગ્નના દિવસે દરેક યુવતી સુંદર દેખાવવા માંગે છે. આ માટે તે હજારો નુસ્ખા અપનાવે છે. લગ્નમાં જે ઉબટણ લગાવવામાં આવે છે જો તેમા તમે બેસનના બદલે ઓટ્સ મિક્સ કરીને પીઠી તૈયાર કરાવડાવો તો તમે દાગ-ધબ્બા વગરની ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. આ એક રીતે ફેસ પેક જ થઈ જાય છે. તેનાથી તમારો ચેહરો સંપૂર્ણ રીતે ચમકી જશે.