ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- આવતી કાલે બીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોનાં ભાવિનો ફેંસલો થશે

Webdunia
રવિવાર, 4 ડિસેમ્બર 2022 (10:09 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.
 
બીજા તબક્કામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સહિતની બેઠકો પર મતદાન થશે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠક પર 788 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયાં છે.
 
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.
 
ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 63.31 ટકા મતદાન થયું છે.
 
એ પણ નોંધવું જોઈએ કે હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે અને આથી મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.
 
8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનાં છે.

સંબંધિત સમાચાર

Next Article