બોલીવુડે વર્ષ 2011માં ઘણા સદાબહાર અને પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે. આ કલાકારોમાં દેવ આન6દ, શમ્મી કપૂર જેવા મોટા કલાકાર નો પણ સમાવેશ છે, જેમનુ આ વર્ષે અવસાન થઈ ગયુ. સદાબહાર અભિનેતા દેવ આનંદનું લંડનમાં જ આ વર્ષના છેલ્લા મહિનામાં અવસાન થઈ ગયુ. ફિલ્મ જગતની હસ્તિઓએ દેવ સાહેબના નિધન સાથે જ અંત આવેલ એક યુગ પર પોતાની શોકની લાગણીઓ વ્યક્ત કરી. અમિતાભે કહ્યુ, 'એક યુગનો અંત થઈ ગયો. દેવ આનંદના જવાથી જે સ્થાન ખાલી થયુ છે, તેની પૂર્તિ કદાચ ક્યારેય નહી થઈ શકે.'
W.D
જાણીતા ગઝલ ગાયક જગજીત સિંહે ઓક્ટોબર 2011માં છેલ્લા શ્વાસ લીધા. બ્રેન હેમરેઝના કારણે તેમનુ મોત થયુ. ગઝલ સમ્રાટ જગજીત સિંહે બોલીવુડની ઘણી ફિલ્મોના ગીતોને પોતાના અવાજમાં અમર બનાવી દીધા.
P.R
નૈસર્ગિક પ્રતિભાના માલિક ગાયક ભૂપેન્દ્ર હજારિકાનુ અવસાન 5 નવેમ્બરના રોજ થયુ. લગભગ 5 લાખ લોકો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા.
W.D
હિન્દી સિનેમા જગતના સદાબહાર અભિનેતા અને 1950-60ના દાયકામાં 'ડાંસિગ સ્ટાર' શમ્મી કપૂરે મુંબઈના બીચ કૈંડી હોસ્પિટલમાં 14 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા. તેઓ 79 વર્ષના હતા. તેમની કિડની ખરાબ થઈ જવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.