Diwali- એવા 3 લોકો પાસે ક્યારે નહી રોકાતી માતા લક્ષ્મી

ગુરુવાર, 19 ઑક્ટોબર 2017 (12:02 IST)
દિવાળી નજીક છે તમે ઈચ્છી રહ્યા હશો કે આ વર્ષે દેવી લક્ષ્મીની તમાર અપર કૃપા થઈ જાય. આખું વર્ષ ધન લાભનો અવસર મળતું રહે. તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તેમાં કોઈ મોટી વાત નહી તેના માટે તમને શાસ્ત્રોમાં જણાવ્યા કેટલીક વાતોનો ધ્યાન આપવું પડશે. 
 
એક વાર દેવી રૂકમણી જે પોતે લક્ષ્મી સ્વરૂપ હતી મહાલક્ષ્મીથી પૂછે છે કે , હે દેવી તમે કયાં માણસ પર કૃપા કરો છો. રૂકમણીના આ પ્રશનને સાંભળી દેવી લક્ષ્મીએ જવાબ આપ્યો જે માણસ પોતાની વાણી પર સંયમ રાખે છે અને જરૂર મુજબ યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે છે. તેના પર હું પ્રસન્ન રહૂં છું. આવું માણસ મારી કૃપાનો પાત્ર હોય છે. 
 
માતા લક્ષ્મી કહે છે જે માણસ લાલચ ત્યાગીને ઉદારતાની સાથે બીજાની સહાયતા કરે છે હું તેના પર હમેશા કૃપા કરું છું. મનુષ્યોએ વેરકે બદલાની ભાવના છોડી દેવી જોઈએ અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ.
 
ક્રોધ બુદ્ધિનો નાશ કરી નાખે છે. માણસ યોગ્ય-અયોગ્યનો જ્ઞાન ભૂલી જાય છે. પરિણામે એ એવું કામ કરી બેસે છે જેનાથી ઘરે આવેલી લક્ષ્મી પણ રિસાઈ જાય છે. તેથી માણસને ક્રોધ કે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. 
 
જે માણસ આળસ કરે છે એ ક્યારે લક્ષ્મીની કૃપાનહી મેળવી શક્તો. તેથી માણસને આળસ ન કરવું જોઈએ. લાલચને મૂકી પરિશ્રમ જે કરે છે તેનાથી ક્યારે પણ લક્ષ્મી રિસાતી નહી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર