બ્રિટેનને જોઇએ છે સચિન જેવો ક્રિકેટર

શુક્રવાર, 23 નવેમ્બર 2007 (12:37 IST)
W.DW.D

લંડન (ભાષા) બ્રિટેન પર ભારતની સંસ્કૃતિ સાથે તેના મૂલ્યોનું અસર તે વખતે સાફ સાફ જોવામાં આવ્યું હતું, જ્યારે ત્યાંના એક શીર્ષ ક્રમે આવેલા મંત્રીએ કહ્યું કે આના સાંસ્કૃતિક અસરના લીધે બ્રિટેનને પણ સચિન તેંદુલકર જેવા એક દિગ્ગજ ક્રિકેટરની જરૂર બને છે અને તેના લીધે તેઓને આગળ આવવામાં મદદ થશે.

બ્રિટેનના સંસદ સભ્ય અને લિબરલ ડેમોક્રેટ પાર્ટીના પૂર્વ મંત્રી સર મેંજીસ કૈંપબેલએ જણાવ્યું છે કે બ્રિટેન પણ ભારતની સંસ્કૃતિથી ઘણો પ્રભાવિત થાય છે. અહીં યોજાયેલા દિવાળી ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે તેમણે કહ્યું કે અમે પણ ઇચ્છે છીએ કે અમુક દિગ્ગજ ક્રિકેટરો, અને ખાસ કરીને તેંદુલકર જેવા લાયક ખેલાડીઓ મળે.

મેરિએટ હોટલમાં યોજાયેલાં એક સમારોહમાં બ્રિટેનમાં ભારતીય કળા-સંસ્કૃતિ અને વિરાસતના પ્રસારમાં ભારતીય વિદ્યા ભવનના સહકારની પણ ખાસી ચર્ચા થઈ હતી. તે સમયે સમારોહમાં ગેરનિવાસી ભારતીયો મોટી સંખ્યામાં હાજર હતા.

આ કાર્યક્રમમાં લૉર્ડ સ્વરાજ પાલ, લૉર્ડ બાગડી, હાઉસ ઓફ લૉર્ડ્સમાં લિબરલ પાર્ટીના ઉપમંત્રી લૉર્ડ નવનીત ઢોલકિયા સાથે લૉર્ડ ખલીદ હમીદ ખાસ રીતે હાજર રહ્યા હતા.

ભારતીય વિદ્યા ભવન, બ્રિટેનના પ્રમુખ માનિક દલાલે કહ્યું કે વિદ્યા ભવન આજે કળા અને સંસ્કૃતિનું જાણિતું સંસ્થાન બની ગયું છે.

બ્રિટેનમાં ભારતના કાર્યવાહક ઉચ્ચ આયુક્ત અશોક મુખર્જીએ ગેરનિવાસી ભારતીયોની મારફત બ્રિટેન અને ભારત વચ્ચે સારા સંબંધો જાડવી રાખવા સામે વખાણ કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો