વિદેશી મહિલાઓ સાથે સંબંધ પછી હવે મોહમ્મદ શમીની પત્નીએ મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (13:24 IST)
મોહમ્મદ શમીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. વિદેશી મહિલાઓ સાથે શારીરિક સંબંધ પછી તેમની પત્ની હસીન જહાંએ તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. જો કે મોહમ્મદ શમીએ આ આરોપો પર કહ્યુ કે હસીન જહાની માનસિક હાલત ઠીક નથી લાગી રહી. તેથી તે આવા બેબુનિયાદ આરોપ લગાવી રહી છે. શમીએ બીસીસીઆઈને તેમના પર લાગી રહેલ આરોપોની તપાસ કર્યા પછી જ કોઈ નિર્ણય લેવાની ભલામણ કરી છે. 
હસીન જહાં એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે મોહમ્મદ શમીએ દુબઈમાં એક પાકિસ્તાની યુવતી પાસેથે પૈસા લીધા. હસીન જહાંએ જણાવ્યુ કે દુબઈમાં મોહમ્મદ શમીએ પાકિસ્તાનના કરાંચીમાં રહેનારી અલિશ્બા નામની યુવતે પાસેથી પૈસા લીધા અને દુબઈમાં તેને માટે હોટલ પણ બુક કરાવી હતી. તેમણે શમી અને અલિશ્બાના વચ્ચે સંબંધ હોવાની વાત પણ કરી. હસીન જહાંએ મોહમ્મદ શમીના યૂકેમાં રહેનારા પાકિસ્તાની મૂળના નાગરિક મોહમ્મદ ભાઈ સાથે સંપર્ક હોવાની વાત કરી. 
મોહમ્મદ શમીએ આ આરોપોને બેબુનિયાદ કહ્યા. શમીએ કહ્યુ કે હોળી સુધી બધુ ઠીક હતુ પણ અહ્કાનક તેમની પત્નીએ તેમના પર આવા આરોપો કેમ લગાવ્યા તેનુ કારણ તેમને ખબર નથી. મોહમ્મદ શમીએ કહ્યુ મારા પર લાગેલ બધા આરોપ બેબુનિયાદ છે. તેનો કોઈ મતલબ નથી.  હસીન જહાંએ કહ્યુ કે તેની સાથે આ બધુ પાંચ વર્ષથી થઈ રહ્યુ છે પણ હકીકત એ છે કે અમારા લગ્નને હજુ માત્ર ચાર વર્ષ જ થયા છે.  જો આ બધુ છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યુ છે તો તે હવે જઈને કેમ બતાવી રહી છે.  આ વસ્તુઓને બહાર આવવામાં 5 વર્ષ કેમ લાગી ગયા ?

સંબંધિત સમાચાર

Next Article