મુંબઈ ટેસ્ટ - કોહલીએ એ કરી બતાવ્યુ જે 84 વર્ષમાં કોઈ કેપ્ટન ન કરી શક્યુ

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2016 (11:28 IST)
ભારતે ઈગ્લેંડને પાંચ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટમાં એક દાવ અને 36 રનથી  હરાવીને શ્રેણી પર કબજો કરી લીધો  આ સાથે જ પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણી પર ટીમ ઈંડિયાએ કબજો જમાવી લીધો છે. ઈગ્લેંડનોબીજો દાવ માત્ર 195 રન પર સમેટતા ભારતે એક દાવ અને 36 રનથી મોટી જીત નોંધાવી છે. ઓફ સ્પિનર  અશ્વિને બીજા દાવમાં પણ પાંચ વિકેટ મેળવતા પોતાના નામ પર એક વધુ ઉપલબ્ધિ જોડી લીધી છે. 
 
2008 પછી પહેલીવાર શ્રેણી હાર્યુ ઈગ્લેંડ 
 
ટીમ ઈંડિયાએ ઈગ્લેંડ વિરુદ્ધ 2008 પછી પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી છે. બીજી બાજુ વિરાટ કોહલીની કપ્તાનીમાં તેમણે સતત પાંચમી વાર શ્રેણી પર કબજો જમાવી લીધો છે. 2012માં આપણે આપણા ઘરઆંગણે અને 2014માં ઈગ્લેંડમાં શ્રેણી ગુમાવી ચુક્યા હતા. ટેસ્ટ ઈતિહાસને જુઓ તો ટીમ ઈંડિયાએ 84 વર્ષ પછી સતત પાંચ ટેસ્ટ શ્રેણી જીતી છે. 
 
500થી વધુ ટેસ્ટ રન બનાવીને બીજા ભારતીય બેટ્સમેન 
 
વિરાટ કોહલી પોતાની ડબલ સેંચુરી દરમિયાન એક શ્રેણીમાં 500થી વધુ ટેસ્ટ રન બનાવનારા બીજા ભારતીય કપ્તાન બન્યા. તેમના પહેલા આ રમત સુનીલ ગાવસ્કર બે વાર કરી ચુક્યા છે. 1978-79માં વેસ્ટઈંડિઝ વિરુદ્ધ 732 રન અને 1981-82માં ઈગ્લેંડ વિરુદ્ધ 500 રન. કોહલી પહેલા ફક્ત બે ભારતીય કપ્તાનોએ એક કેલેંડર વર્ષમાં 1000થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે.  સચિન તેન્દુલકરે 1997માં જ્યારે રાહુલ દ્રવિડે 2006માં આ કારનામુ કર્યુ હતુ. 
Next Article