આવતા વર્ષે માર્ચમાં અફઘાનીસ્તાન ટીમ ભારત આવશે ત્રણ વન-ડે મેચની સિરીઝ

Webdunia
બુધવાર, 15 ડિસેમ્બર 2021 (08:27 IST)
તાલીબાને અફઘાન મહિલા ટીમને ક્રિકેટ રમવાની મંજુરી આપી ન હોય આઇસીસી ક્રિકેટનો દરજજો છીનવી શકે છે
 
નવી દિલ્હી આવતા વર્ષે માર્ચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.  અફઘાનિસ્તાન ૨૦૨૨-૨૩માં ૧૧ વન-ડે, ચાર ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.ભારત સામેની શ્રેણી સિવાય અફઘાનિસ્તાન ૨૦૨૨માં નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સામે પણ શ્રેણી રમશે.
 
 અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન સત્તા પર છે અને તાલિબાને હજુ સુધી અફઘાનિસ્તાન મહિલા ટીમને ક્રિકેટ રમવાની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અફઘાનિસ્તાન પાસેથી સંપૂર્ણ ક્રિકેટિંગ રાષ્ટ્રનો દરજ્જો છીનવી શકે છે. આ સિવાય એ પણ જાણવા જેવું છે કે તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાને કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ અફઘાનિસ્તાન ટીમને તેમના દેશમાં આમંત્રિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, કારણ કે અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટને મંજૂરી નથી.

સંબંધિત સમાચાર

Next Article