ગુજરાતમાં કોરોનાના 83 પોઝિટિવ કેસ, આજે અમદાવાદના 8 કેસ પોઝિટિવ આવ્યા

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (11:22 IST)
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે સુરત-રાજકોટમાં એક-એક નવા કેસ નોધાયા હતા, જ્યારે આજે અમદાવાદ-1 અને ગાંધીનગરમાં નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે સવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી લેટેસ્ટ આંકડાની માહિતી આપી હતી. જેમાં અમદાવાદમાં 8  નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 83 થયા છે. 
 
જેમાં અમદાવાદના 52 વર્ષીય પુરૂષ અને એક 18 વર્ષીય યુવકે તથા અન્ય બે મહિલાઓએ આંતરરાજ્યનો પ્રવાસ કર્યો હતો જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ચોથી ૬૫ વર્ષની મહિલા છે તેનું લોકલ ટ્રાન્સપોર્ટ છે, તો બીજી તરફ ૬૪ વર્ષના પુરુષ જેમનો વિદેશ પ્રવાસ છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 31 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકો રિકવર થયા છે. જ્યારે સુરતમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 1 વ્યક્તિને રિકવરી થઇ છે. જ્યારે ભાવનગરમાં 6 કેસ નોધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે.
તો બીજી તરફ ગાંધીનગર 11, વડોદરા 9 , રાજકોટ 10, કચ્છ 1, ગીર સોમનાથ 2, પોરબંદર 1, મહેસાણા 1 એક નોંધાયો છે. આ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો રિકવર થયા છે.

સંબંધિત સમાચાર

Next Article