અલવિદા દિલ્લી, ગ્લાસગોમાં ફરી મળીશુ

N.D
ભારતે કોમનવેલ્થ ગેમ્સની નવી મહાશક્તિ બનવાનો સંદેશ અને દેશની વિવિધતા પૂર્ણ સંસ્કૃતિની સતરંગી ઝાંકી અને સ્કોટલેંડના ગ્લાસગોમાં ફરી મળવાના વચન સાથે 19માં કોમનવેલ્થ ગેમ્સનુ ગુરૂવારે ભવ્ય સમાપન થઈ ગયુ.

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમામાં ઉદ્દઘાટન સમારંભની જેમ જ સમાપન સમારંભમાં પણ દેશની સંસ્કૃતિની ભવ્ય ઝાંકી જોઈને લાગ્યુ કે જાણે એક મિની ભારત સ્ટેડિયમ પર ઉતરી આવ્યુ છે. સમાપન સભારંભના મુખ્ય અતિથિ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહેન્દ્રા રાજપક્ષે હતા.

આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ ડો. હામિદ અંસારી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સંયુક્ત પ્રગગિશીલ ગઠબંધનની અધ્યક્ષ સોનિયા ગાંધી, કેદ્રીય રમત મંત્રી એમએસગિલ. દિલ્લીના ઉપરાજ્યપાલ તેજેન્દ્ર ખન્ના અને મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ઘણા ગણમાન્ય વ્યક્તિ સમારંભમાં હાજર હતા.

N.D
નહેરુ સ્ટેડિયમમાં લગભ બે કલાકના સમાપન સમારંભામં 60 હજારથી વધુ દર્શકોની હાજરીમાં વંદેમાતરમની ગૂંજ ઉઠી અને પ્રેમનુ વૈશ્વિક સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માર્શલ આર્ટ્સના કરતૂતો બતાવ્યા. કૈલાશ ખેરના સૂફી સંગીત રજૂ કર્યુ અને લેજર શોના મનોહર દ્રશ્યોને દર્શક અપલક જોતા રહી ગયા.

વેબદુનિયા પર વાંચો