સંત પેત્રુસ

W.DW.D

પોતાના જીવનકાળ દરમિયાન જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંત પેત્રુસને વચન આપ્યું હતું કે હું તને જ મારા ધર્મસમાજનો આધાર બનાવીશ અને તુ જ આ ધર્મ સામ્રાજ્યનો પ્રથમ અને સર્વોચ્ચ અધિકારી થઈશ. (મત્તી 18:18) તેથી પુનરુત્થાન થવા છતાં પ્રભુ ઈસુએ સંત પેત્રુસની જ પોતાના ભક્તોના મુખી તરીકેની પસંદગી કરી જેવી રીતે કે સંત યોહાનના સુસમાચારથી જાણવા મળે છે. (યોહાન 21-15-17)

સૌપ્રથમ પેંતેકોસ્ત ઉત્સવના દિવસે સંત પેત્રુસે જ મોટા સાહસની સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ ઈસુની આજ્ઞાનુસાર યહૂદિયા તેમજ સમારિયા પ્રાંતમાં પણ તેણે પ્રચાર કરવાનો આરંભ કરી દિધો હતો અને અલ્પકાળમાં જ ઘણાં બધા યહુદિઓને ખ્રિસ્તી સમાજની અંદર સમ્મિલિત કરી લીધા.

આનાથી અપ્રસન્ન થઈને યહૂદિ પંડિતોએ તેને હેરાન કરવાનું ચાલુ કરી દિધું અને એક દિવસ એવો કઠોર ઉપદેશ આપ્યો કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર બિલકુલ બંધ જ કરી દો. જ્યારે યહૂદિઓના અત્યાચાર પોતાની પરમ સીમા પર પહોચી ગયાં ત્યારે પેત્રુસે પહેલા યહુદિયાથી અંતિઓખ અને પછી ત્યાંથી રોમ નગર તરફ પ્રસ્થાન કરી દિધું.

તે દિવસો રોમ મહાન રોમન સામ્રાજ્યની રાજધાની હતી. તેથી ત્યાંથી પ્રચાર કરતાં કરતાં પેત્રુસે પોતાના માટે આ સ્થાનની વધારે પસંદગી કરી કેમકે અહીંયાથી તે સંપૂર્ણ સંસારના ખ્રિસ્તી ભક્તો પર સરળતાપૂર્વક શાસન કરી શકતાં હતાં.

સમ્રાટ નેરોના ક્રુર તેમજ અત્યાચારી શાસનકાળમાં ખ્રિસ્ત ભક્તો પર ઘોર અત્યાચાર થયો અને સંત પેત્રુસ પણ તેમના સર્વોચ્ચ અધિકારી હોવાના કારણે પકડી લેવામાં આવ્યાં અને સન 69 માં તેને ક્રુર દંડ આપવામાં આવ્યો.

વેટિકન નામક પહાડની તળેટીમાં સંત પેત્રુસનું મૃત્યું થઈ ગયું અને આ સ્થાને તેમની સમાધિ પણ બનાવવામાં આવી. ત્યાં આજકાલ તેમના સ્મરણાર્થે એક ખુબ જ મોટુ ચર્ચ છે અને તેની નજીકમાં જ વર્તમાન સંત પાપાનો મહેલ બનેલ છે જે સંત પેત્રુસના ઉત્તરાધિકારી અને બધા જ કેથલિકોના મહાન ગુરૂ છે.

વેબદુનિયા પર વાંચો