રેલ્‍વેએ 1લી માર્ચથી સ્‍પેશિયલ ટ્રેનોના ભાડા સામાન્‍ય ટ્રેનોથી વધારે રાખવાનું એલાન કર્યુ

શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:19 IST)
જેમ-જેમ રેલ્‍વે બજેટની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાડા વધારાને લઇને સ્‍થિતિ સ્‍પષ્‍ટ થતી જઇ રહી છે. એવુ જાણવા મળે છે કે, ભાડા રેલ્‍વે બજેટમાં નહી પરંતુ તે પહેલા કે બાદમાં પણ વધશે. રેલ્‍વેએ ૧લી માર્ચથી સ્‍પેશિયલ ટ્રેનોના ભાડા સુવિધા ટ્રેનોની સમકક્ષ અથવા સામાન્‍ય ટ્રેનોથી વધારે રાખવાના પોતાના નિર્ણયનું એલાન કર્યુ છે. ફકત અનારક્ષિત સાધારણ ડબ્‍બાઓ તથા એસએલઆરમાં બેસતા મુસાફરોને આનાથી છુટ મળશે. રેલ્‍વે બોર્ડ તરફથી જારી પરિપત્ર અનુસાર 1લી માર્ચ 2016થી કોઇપણ સ્‍પેશિયલ ટ્રેન સામાન્‍ય ભાડામાં ચલાવવામાં નહી આવે. તેના પર સુવિધા ટ્રેનો અથવા સ્‍પેશિયલ ટ્રેનોનું ભાડુ લાગુ પડશે.

   ફકત અનારક્ષિત વિશેષ ટ્રેનો, જનસાધારણ એકસપ્રેસ ટ્રેનો તથા દુર્ઘટના, પુર, લાઇનજામ અથવા ટ્રેન રદ્દ થવાના કારણે ચલાવાતી સ્‍પેશીયલ ટ્રેનો જ આ નિયમથી બહાર રહેશે એટલે કે તેઓના મુસાફરો પાસેથી મેઇલ કે એકસપ્રેસ ટ્રેનોના અનારક્ષિત દરજ્‍જાનું ભાડુ જ વસુલવામાં આવશે. સુવિધા  ટ્રેનોના ભાડાનું નિર્ધારણ રાજધાની, મીકસ દુરન્‍તો તથા મેઇલ એકસપ્રેસના બેઇઝ ભાડામાં તત્‍કાલ ચાર્જ પણ ભેળવી દેવાતો હોય છે. દરેક 20 ટકા બુકીંગ બાદ તેમાં વધારો થતો જાય છે અને અંતે ભાડુ ત્રણગણા સુધી થઇ જાય છે. આ પ્રકારે સ્‍પેશીયલ ટ્રેનોનું ભાડુ પણ સામાન્‍ય મેઇલ કે એકસપ્રેસ ટ્રેનોથી વધારે હોય છે.

   બીજી શ્રેણીના મામલામાં આ સામાન્‍ય/એકસપ્રેસના બેઝીક ભાડાથી 10 ટકા વધુ જયારે બાકી બધી શ્રેણીઓના મામલામાં 30 ટકા વધુ હોય છે. સ્‍પેશિયલ ટ્રેનોનું ન્‍યુનતમ કે અધિકતમ ભાડુ પણ નિર્ધારીત છે એટલે કે આરક્ષિત બીજી શ્રેણી (સીટીંગ)નું ન્‍યુનતમ 10 થી 15 રૂ., સ્‍લીપરનું 90 થી 75 તથા એસી થ્રી ટાયર 100 થી 200, એસી ટુ ટાયર, એકઝીકયુટીવ કે ફસ્‍ટ એસીનું 300 થી 400 રૂ. રહેશે. એમા ટિકિટ બુક કરવા માટે ન્‍યુનતમ અંતર પણ બીજી શ્રેણીમાં 100, સ્‍લીપરમાં 500, એસી ચેરકાર 250 તથા ફસ્‍ટ એસી માટે 300 કિ.મી. નક્કી કરવામાં આવ્‍યુ છે. સ્‍પેશિયલ ટ્રેનો રદ્દ થવા પર ૪ નવેમ્‍બરના રોજ જારી રિફંડના નવા નિયમો જ લાગુ પડશે

વેબદુનિયા પર વાંચો