પ્રીતિ ઝિંટાના પૂર્વ પ્રેમી નેસ વાડિયાના પિતાને મળી અંડર વર્લ્ડની ધમકી !!

બુધવાર, 18 જૂન 2014 (12:44 IST)
બોલીવુડ અભિનેત્રી પ્રીતી ઝિંટાના પૂર્વ પ્રેમી નેસ વાડિયાના પિતા નુસ્લી વાડિયાને અંડરવર્લ્ડની ધમકી મળી છે. નુસ્લીએ જેની ફરિયાદ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ ને કરી છે. ફરિયાદ મુજબ ધમકીમાં કહેવામાં  આવ્યુ છે કે પ્રીતી ઝિંટાને પરેશાન ન કરવામાં આવે નહી તો તેનુ પરિણામ સારુ નહી આવે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ પ્રીતી ઝિંટ અને નેસ વાડિયા વચ્ચે થયેલ વિવાદ કેટલાક સમયથી મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હ્ચે. પ્રીતિએ પોતાના પૂર્વ બોય ફ્રેંડ નેસ વાડિયા પર આરોપ લગાવ્યો છે કે એક આઈપીએલ મેચ દરમિયાન તેમણે તેમની સાથે ધક્કા મુક્કી કરી અને અપશબ્દ પણ કહ્યા. બીજી બાજુ વાડિયા ગ્રુપ તરફથી પણ પ્રીતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ મામલામાં નિવેદન આપવા માટે પ્રીતિને બોલાવી છે. પ્રીતિ હાલ અમેરિકામાં છે.  
 
ફરિયાદ મુજબ તેમના સેક્રેટરીની પાસે કોલ અને એસએમએસ આવ્યા. કોલ કરનારાએ પોતાનુ નામ રવિ પુજારી બતાવ્યુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે રવિ પુજારી અંડરવર્લ્ડની દુનિયામાં એક જાણીતુ નામ છે. પોલીસે ફરિયાદ કર્યા બાદ તપાસ શરૂ કરી દીધી છે. નુસ્લી વાડિયા પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્હાના પૌત્ર છે. 
 

વેબદુનિયા પર વાંચો