પરિણામ જાહેર થતાં જ બોલિવુડ પર મોદી મેનિયા છવાયો.

શનિવાર, 17 મે 2014 (15:47 IST)
લોકસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા જ બોલિવુડ પર મોદી મેનિયા છવાયેલો જોવા મળી રહ્યો છે . આશા બ્ ભોંસલે ,મધુર ભંડારકર સહિત અનેક લોકોએ નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી છે અને તેમને નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા જોવા આતુર હોવાનું   જણાવ્યું છે. 
 
ફિલ્મી હસ્તીઓએ માઈક્રોઅલોગિંગ સાઈટ ટ્વિટર પર ભાજપની જીતને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કોણે કહ્યું તેના પર એક નજર 
 
આશા ભોંસલે :ભાજપને વધાઈ અને આપણા આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર્દિક શુભકામના જય હિંદ 
 
હેમા માલિની  :હકીકતમાં મોદી લહેર છે. ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી રહી છે. 
 
મધુર ભંડારકર : લહેર કિનારા સુધી આવી ગઈ છે. એક યુવા ,સંવેદનશીલ અને જીવંત ભારતે પોતાનો ફેંસલો સંભળાવુઓ છે. 
 
પ્રીતિ ઝિંટા  : ટેલીવિઝન  પર ચૂંટણી પરિણામ જોઈને હૃદયમાં આનંદ સમાતો નથી એક સ્થિર અને મજબૂત સરકાર હશે તે જોઈને હું ખૂબ ખુશ છું .
 
અનુપમ ખેર : જેવો હું લાલ કિલ્લા પાસેથી પસાર થાઉં ચું ત્યારે જાતને નવી આશા અને ઉર્જાથી ભરેલી અનુભવું છું આજ બાદ હવે ભારત તેનો અનુભવ કરશે. 
 
ચિત્રાગંદા સિંહ: અમે મોદીનું સમર્થન કરીએ છીએ સમગ્ર દેશવાસીઓ મોદીની રાહ જોઈ રહ્યા છે. 
 
સોહાઅલી ખાન : એકબીજા પર કીચડ ઉછાળવાની અને સૂત્રોચ્ચારના મહિનાનો ખતમ થવાનો ઈંતજાર છે. 
 
વિવેક ઓબરાય  એક નવા યુગનો પ્રારંભ 
 
અભિષેક કપૂર : હકદારીની રાજનીતિ અંત આવ્યો. ભારત માતા કી જય.
 
પુનીત મલ્હોત્રા દેશે પોતાનીએ પસંદગી કરી લીધી છે. 
 
સૌફી ચૌધરી લોકોએ બતાવી દીધું છે કે ભારત બદલાવ ઈચ્છે છે અને નરેન્દ્ર મોદી પર ભરોસો કરી શકે છે. 

વેબદુનિયા પર વાંચો