અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'શિવાય' નું ટ્રેલર રજુ થયુ

સોમવાર, 8 ઑગસ્ટ 2016 (15:45 IST)
અજય દેવગનની આવનારી ફિલ્મ શિવાયનુ ટ્રેલર રજુ થઈ ગયુ છે. ટ્રેલર જોઈને એવુ લાગે છે કે ફિલ્મ મારઘાડવાળા સીન્સથી ભરપૂર રહેશે.  ગઈકાલે સાંજે જ આ ટ્રેલર રજુ થયુ છે અને એક રાતમાં 14 લાખથી વધુ લોકોએ જોઈ લીધુ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બુલ્ગારિયાના બાલ્કન પર્વતોના દર્શનીય સ્થળો, ઉત્તરાખંડ અને હૈદરબાદમાં ફિલ્મનુ શૂટિંગ થયુ છે.  દર્શકોને ફિલ્મમાં મનોહર પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળશે. 
 
અજયે ટવીટ કરીને ટ્રેલર રજુ થયાની માહિતી આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'ના આદિ ના અંત હૈ ઉસકા, વો સબકા ન ઈનકા ઉનકા, વહી શૂન્ય હૈ વહી ઈકાય, જિસકે ભીતર બસા શિવાય.' 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અજય દેવગન ભગવાન શિવથી પ્રેરિત સંરક્ષક, પાલક અને વિનાશકની ભૂમિકામાં જોવા મળશે.  અજય દ્વારા નિર્દેશિત  એક્શન ફિલ્મમાં સાયશા શહગલ પણ મુખ્ય રોલમાં છે.  આ એક્શન થ્રિલર ફિલ્મ દ્વારા પોલેંડની અભિનેત્રી એરિકા બોલીવુડમાં પોતાના ડગ માંડશે. 
 

વેબદુનિયા પર વાંચો