3 બાળકોના પિતા સાથે લગ્ન કર્યા હતા, પત્નીનો દરજ્જો મળ્યો નહોતો

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2019 (15:25 IST)
બોલીવુડની જાણીતી અભિનેત્રી જયા પ્રદાએ લોકસભા ચૂંટણી 2019 પહેલા બીજેપીનુ દામન થામી લીધુ છે. હિન્દી સિનેમામાં લાંબો દાવ રમ્યા પછી જયા રાજનીતિમાં સક્રિય થઈ ગઈ. લોકસભામાં પણ પહોંચી. તેમણે અત્યાર સુધી અનેક પાર્ટીઓની રાજનીતિ કરી છે.  આવો જાણીએ જયાની પર્સનલ લાઈફ વિશે.. 
જયા પ્રદાએ ફિલ્મી દુનિયામાં 14 વર્ષની વયમાં જ પગ મુક્યો હતો. ત્યારબા જયાએ ક્યારેય પાછળ વળીને જોયુ નહી. જયા પ્રદાના ફિલ્મી કેરિયર પર નાર નાખીએ તો તેણે 30 વર્ષના કેરિયરમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યુ છે. 
- રિપોર્ટ્સ મુઅબ સફળ ફિલ્મી કેરિયર દરમિયાન પ્રથમ ઝટકો તેને ત્યારે લાગ્યો જ્યારે ઈનકમ ટેક્સની રેડ પડી. આ ખરાબ સમયમાં જયાની મદદ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાએ કરી. 
- શ્રીકાંત નાહટાએ જયા પ્રદાને પૂરો સપોર્ટ કર્યો. સમય વીતવાની સાથે બંનેની મૈત્રી વધુ ગાઢ બની. બંનેયે લગ્ન કર્યા પણ આ લગ્ન માન્ય ન થઈ શક્યા. કારણ કે શ્રીકાંત નાહતા પહેલાથી પરણેલા હતા. 
 
- રિપોર્ટ્સ મુજબ જયા પ્રદાએ જ્યારે શ્રીકાંત નાહટા સાથે 1986માં લગ્ન કર્યા એ દરમિયાન તેમના ત્રણ બાળકો હતા. તેમણે જયા સંગ બીજા લગ્ન તો કર્યા પણ પહેલી પત્નીને છુટાછેડા ન આપ્યા. બંનેના લગ્ન બોલીવુડમાં ખૂબ ચર્ચામાં રહ્યા. 
- રિપોર્ટ્સ મુજબ જયા પ્રદા અને શ્રીકાંત નાહટાના લગ્નનો તેમની પ્રથમ પત્નીએ વિરોધ ન કર્યો પણ જયા ક્યારેય શ્રીકાંત સાથે રહી ન શકી કારણ કે શ્રીકાંત નાહટાના ઘરમાં તેમની પહેલી પત્ની અને બાળકો રહેતા હતા. 
- લગ્ન પછી જયા પ્રદા અને શ્રીકાંત નાહટના કોઈ બાળક નથી. જયા પ્રદાએ પોતાની બહેનના પુત્રને દતક લીધો છે. રિપોર્ટ્સ મુજબ તે હવે તેની સાથે  એકલી રહે છે. 

સંબંધિત સમાચાર

Next Article