"અલોન" પછી "આદત" છેવટે ફાઈનલ થઈ જ ગઈ બિપાશા-કરણની ફિલ્મ

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (00:07 IST)
લાંબા સમયથી ચર્ચા હતી કે બિપાશા બાસુ અને તેમના પતિ કરન સિંહ ગ્રોવર એક વાર ફરી સાથે મોટા પડદા પર કામ કરશે. આમ તો ત્યારબાદ અત્યાર સુધી કોઈ ખબર ન હતી. પણ હવે લાગે છે કે એ ફિલ્મ નહી પણ બીજી ફિલ્મમાં પરંતુ બન્ને સાથે જરૂર નજર આવશે. 
 
ખબર મુજબ સિંગર મીકા સિંહ એક ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે જેમાં લીડ એકટ્રેસ પર બિપાશા બસુ છે. એ આ ફિલ્મથી મોટા પડદા પર કમબેક કરી રહી છે. તેને લગ્ન પછી અત્યાર સુધી કોઈ ફિલ્મ નહી કરી હતી. સાથે જ ખબર મળી છે કે આ ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવરને જ મેલ લીડ રીતે ચૂંટાયું છે. ફિલ્મનો નામ "આદત" હશે. તેની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કરી કરનની ભૂમિકા તૈયાર કરાશે. 
 
આ કપલની બહુ ફેન ફોલોઈંગ છે તેથી ફિલમમેકર્સએ આ ફિલ્મમાં બન્નેને સાથે લેવાનો ફેસલો લીધું છે. બન્નેના લગ્ન પછી આ પહેલી ફિલ્મ હશે. તે પહેલા બન્ને 2015માં હૉરર ફિલ્મ અલોનમાં નજર આવ્યા હતા. આ ફિલ્મને પણ ભૂષણ પટેલ નિર્દેશ્ત કરશે. આ ફિલ્મની ક્રિપ્ટ વિક્રમ ભટ્ટએ લખી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article